તા. ર૧ જાન્યુઆરી વિશ્વ ખિસકોલી પ્રોત્સાહન દિવસ નિમિત્તે રાજહંસ નેચર કલબ ટ્રસ્ટ તેમજ સ્કાઉટ ગાઈડ તેમજ સ્વામિ નારાયણ ગુરૂકુળ શાળા સરદારનગરના સંયુકત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા તેમજ પર્યાવરણ રક્ષણ બાબતે ખિસકોલીનું મહત્વ, વિવિધ ખિસકોલીઓની સમજ, ઓળખાણ, રહેઠાણ, ખોરાક વગેરે બાબતે રાજહંસ નેચર કલબ ટ્રસ્ટના પાયલ મકવાણા, માધવી પંડયા, માનસી, દ્રષ્ટી, અક્ષીતા તેમજ જલ્પેશ ચૌહાણ, આશિષ, યશ વ્યાસ વગેરેએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ.
હાલ શહેરોમાં ભૌતિક સગવડતા પાછળ ઘેલા થયેલા મનુષ્યે વૃક્ષોના આડેધડ નાશ કરી અનેક પશુ પક્ષીઓના કાયમી વસવાટને નુકશાન પહોંચાડયું છે. જેમાં ભુલકાઓની પ્રિય એવી ખિસકોલીનો પણ સમાવેશ થાય છે. માટે ર૧ જાન્યુઆરીના દિવસે વિશ્વ ખિસકોલી પ્રોત્સાહન દિવસ ઉજવી લોકોમાં ખિસકોલીના રક્ષણ અંગે જન જાગૃતિ લાવવાના દુનિયાભરમાં પ્રયત્ન કરવામાં આવે છે. જેના ભાગરૂપે ઉપરોકત કાર્યક્રમનું આયોજન કરેલ છે.