વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી અને જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી અને બહુ ચર્ચામાં રહેલી એવી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મનું ગઇકાલે રાત્રે અમદાવાદમાં ખાસ સ્ક્રીનીંગ યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવનાર બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય, નિર્માતા આનંદ પંડિત, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કેબીનેટ મીનીસ્ટરો સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. બહુચર્ચિત એવી પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ તા.૨૪મી મેના રોજ એટલે કે, આવતીકાલે દેશની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ જશે, તેના બીજા દિવસે રિલીઝ થશે, જેને લઇ લોકોમાં ભારે ઇન્તેજારી અને ઉત્સુકતા છવાઇ છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિત દ્વારા અમદાવાદમાં ગુજરાતના મુખ્યમંત્રી અને કેબિનેટ મિનિસ્ટર માટે છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી, તે ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું સ્પેશિયલ સ્ક્રીનીંગ રાખવામાં આવ્યું હતું. દેશના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલ ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મ તા.૨૪ મી મેના રોજ રિલીઝ થવા જઇ રહી છે. પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝ માટે એકજૂથ થવાનો સમય. પીએમ નરેન્દ્ર મોદી-ફિલ્મ માત્ર એક સિનેમેટિક જર્ની નથી, પરંતુ એક વ્યક્તિગતરૂપથી ન્યાય માટે સંધર્ષ કરી રહી છે. આ એક ઇન્ડસ્ટ્રીઝના રુપમાં એકજૂથ થવાનો અને સિનેમેટિક પ્રયાસને સમર્થન કરવાનો સમય છે, જેનો કોઇ રાજકીય એજન્ડા નથી.
ફિલ્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાખૂબી રોલ ભજવનારા વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, તે ફિલ્મના રિલીઝને લઇ બહુ ઉત્સાહિત છે. આ ફિલ્મ દેશના નાગરિકોએ જોવી જોઇએ કારણ કે, તેમાં માત્ર વાસ્તવિકતા રજૂ કરવાનો પ્રયાસ થયો છે. ફિલ્મને રાજકીય એજન્ડા સાથે કોઇ લેવાદેવા નથી. મને આશા છે કે, લોકોને આ ફિલ્મ બહુ પસંદ પડશે તેમ પણ વિવેક ઓબેરોયે ઉમેર્યું હતું. દરમ્યાન રિલીઝની પહેલાં આનંદ પંડિતે ફિલ્મ બિરાદરી માટે અપીલ કરી છે. ફિલ્મના નિર્માતા આનંદ પંડિત અને સહનિર્માતા સંદીપસિંહે ઉમેર્યું હતું કે, સમય અને અગેઇન આર્ટ અને ક્રિએટીવીટીને રાજનીતીની વેદી પર પડકારોનો સામનો કરવો પડ્યો છે. અમે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના રુપમાં, સોફ્ટ ટાર્ગેટ છીએ. આપણે આ પડકારોનો સામનો કરવા માટે એકજૂથ થવું જોઇએ અને એવા સમયમાં એક-બીજાનું સમર્થન કરવું જોઇએ.
સંદિપ સિંહ, આનંદ પંડિત દ્વારા નિર્મિત અને બાયોપિક માઇસ્ટ્રો ઓમંગ કુમાર દ્વારા ડિરેક્ટેડ જેની રાહ સૌકોઇ જોઇ રહ્યું છે તેવી બાયોપિકમાં ચુનંદા કલાકારોની ટૂકડી સામેલ છે જેમાં ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોય પીએમ નરેન્દ્ર મોદીના રોલમાં ન્યાય આપતાં જોવા મળ્યા છે. સ્ક્રીનીંગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ પણ ફિલ્મની સફળતાને લઇ અને તે લોકોને ગમશે તેવી આશા વ્યકત કરી હતી.