નમસ્કાર મિત્રો, દર ગુરુવારે લોકસંસારના પાના પર માઈક્રોફિક્શન વાર્તાઓ પોતાનો મૌલિક સંસાર લઈ આપની સમક્ષ આવે છે. માઈક્રોફિક્શન વાર્તાઓને પોકેટ ડાયરી પણ કહી શકીએ કારણ એ વાંચવામાં ખૂબ ટુંકી પણ રસપ્રદ હોય છે.માઈક્રો વાર્તા વાચકને આરંભથી અંત લગી ખેંચી રાખે છે.ગદ્ય સાહિત્યનો આ ટૂંકો પ્રકાર રચવામાં ’માઈક્રો સ્ટોરી શણગાર પરિવારના લોકો પ્રયત્ન કરે છે.વાચકો, સ્ટોરી શણગારના સદસ્યો દ્વારા રચાયેલી આ વાર્તાઓ વાંચી પ્રતિભાવ મોકલશો.
‘બેસ્ટ સેલર’
એ આજે પણ એ જ લાઈબ્રેરીમાં આવીને બેઠી. વરસો પછી લાઈબ્રેરી એની જેમ જ થોડી પ્રૌઢ થઈ હતી.ક્યાંક ક્યાંક દીવાલનો કલર ઉખડ્યો હતો તો ક્યાંક ક્યાંક ટેબલના પાટિયા પરનું સનમાઈકા સહેજ ઉખડ્યું હતું તો કોઈક પુસ્તકના પૂંઠાનો ખૂણો સહેજ ફાટ્યો હતો.ટેબલ પર પડેલા લેમ્પનો કાચ એની આંખની જેમ જ સહેજ ઝાંખો થયો હતો.લાઈબ્રેરીમાં એના સિવાય હજુ કોઈ આવ્યું ન હતું.એ પણ એની જેમ જ સૂમસામ…. અચાનક વાસવીની નજર દરવાજા તરફ ગઈ.બે પ્રેમીપંખીડાં હાથમાં હાથ નાખીને આવ્યાં અને જઈને ખૂણાના ટેબલ પર બેસી ગયાં.એને એના કોલેજના દિવસો યાદ આવી ગયા.વિનોદ યાદ આવી ગયો.એ ટેબલ પરથી ઉભી થઈ અને એક કબાટ ખોલ્યું,આંખો બંધ કરીને એક પુસ્તક ખેંચી કાઢ્યું. ’એકલતા’ શીર્ષક ધરાવતું એ પુસ્તક આ વર્ષનું બેસ્ટ સેલર પુસ્તક હતું.
– ડૉ.કિશોર એન.ઠકકર ગાંધીધામ,કચ્છ.
વારસો
આજે માર્ગી ગુસ્સામાં હતી!!! ને ગુસ્સો કરતી કરતી ઉપર એના સસરાએ બનાવેલ પુસ્તકાલયમાં ગઈ ને ગુસ્સો કરતા બોલી આજે “આ બધાંજ પુસ્તકો વેચી દઉં છું.” વિજયે જોરથી રાડ પડી!!!! “ખબરદાર તું એક પણ પુસ્તકને અડી છે તો! આ મારા પપ્પાનો વારસો છે. એમણે કેટલી મેહનત કરી છે આ પુસ્તકો લખવા માટે.” “હા, એ સાચું પણ એનાથી એમની ગરીબી તો દૂરના થઈને? એ શિક્ષક હતાને લેખક બન્યા એમનું નામ થયું. પણ એમની પાસે આ પુસ્તકો સિવાય સંપત્તિ માં શું છે?” માર્ગીએ સામો ટંકાર કર્યો. “અરે! લેખકને કોઈ દિવસ પૈસા કમાવાની ખેવનાના હોય. એ નામ કમાય પૈસા નહિ એમને એક પુસ્તક છપાય એમાં જે ખુશી મળે. એજ એમના માટે સંપત્તિ મળ્યા બરાબર હોય. તને નહિ સમજાય કે મારા પિતાજીએ મને વારસામાં શું આપ્યું છે!” વિજય ગળગળો થઈ ગયો. આંખના ખુણા ભીના થયા ને માર્ગીનું મન વિચારે ચડ્યું “શું સાહિત્યકારોમાં એમનું નામ છે. એજ એમની સંપત્તિ હશે? સાચ્ચે જ કે પછી!
– નયના પટેલ
ઑફિસર
ક્લાસ વન ઑફિસર શાંતિ માટે લાયબ્રેરીમાં ગયાં. તેની સામે કોઈએ જોયું નહિં! તે પણ કોઈની સામે જોયાં વગર ખુરશીમાં બેસી ગયાં! પોતે માથું પોતાની ઑફિસમાં, આંખો ફાઈલમાં, હાથ ઑફિસનાં ફોનમાં અને પગ કારમાં મુકીને આવ્યાં હતાં!!
– હસમુખ રામદેપુત્રા
રોશની.
રોશની ખુબ જ ભણેલી યુવતી, સંજોગનો શિકાર બની, નાછુટકે કલંકિત દુનિયાનો ભાગ બની. ચાહકોની કોઈ કમી ન હતી. પોતાના લેખનના શોખને જીવંત રાખ્યો હતો. એક અલાયદો અંગત ઓરડો, જ્યાં રોશની શબ્દોના સથવારે પોતાની જિંદગીનો આંશીક સમય વ્યતીત કરતી. મનગમતા પુસ્તકો, ટેબલ, ખુરશી, બારી..એનું મનગમતું વાતાવરણ. રોશની મનના વિચારોને કલમની વાચા આપતી. રોશનીને પોતાની લખેલી આત્મકથા પ્રકાશિત કરવાનો વિચાર રાકેશને જણાવ્યો, જેમાં કેટલાય સજ્જનોના નામ સંકળાયેલા હતા.રોશનીની દરેક ઈચ્છા પુરી કરતો એનો ખાસ ચાહક રાકેશ જાણતો હતો કે ઘણાં મિત્રો રોશનીના લિસ્ટમાં હતાં. એક સવારે, સનસનાટીભર્યા સમાચારે કોઈ દુઃખી થયા, કોઈએ રાહતનો શ્વાસ લીધો. ’ નિર્જન સ્થળેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી.’
– ચેતના ગણાત્રા ’ચેતુ’ મુંબઈ
મોક્ષ
તેને પુસ્તકો સાથે અતિ લગાવ હતો. વાંચવાનો ગાંડો શોખ. કંઈ પણ મળ્યું નથી તરત વાંચવા બેસી જાય.હાલ એટલા ખખડેલા કે એક છાપું પણ બંધાવી શકતો નહીં,પુસ્તકોની તો વાત જ ક્યાં કરવી? ઘરના બે છેડા ભેગા કરવામાં પુસ્તક ખરીદવાનો અવકાશ જ રહ્યો ના હતો.પુસ્તકાલયમાં પણ સભ્ય થઈ વાંચવાનો સમય ક્યાં હતો! એક દિવસ અચાનક ઉઠતાં જ શહેરમાં આવતા બધા જ સમાચારપત્રો કોઈ પાસે મૂકી ગયું.આંખો ભરાઈ ગઈ.ઉભા થઈ જોયું તો તે પુસ્તકોથી ભરેલા એક વિશાળ ઓરડામાં હતો જે પોતાના અંગત પુસ્તકાલય જેવો લાગતો હતો. તેને ઈચ્છા હતી એ બધા જ પુસ્તકો ત્યાં હતા. સાથે ચાનો પ્યાલો અને નીરવ શાંતિ. તે ઝટપટ વાંચવા બેસવા જતો હતો ત્યાં જ “એય.. ઉઠ હવે” એવો જોરદાર અવાજ આવ્યો અને તેની આંખો ફાટી ગઈ…
– શ્રેયસ ત્રિવેદી
અનુસંધાન
ધવલ અને શ્યામા બેઉ તદ્દન અજાણ્યાની જેમ એકબીજાને જોઈ રહ્યા, શહેરના સૌથી પ્રતિષ્ઠિત બુક સ્ટોરમાં. એકવીસ વર્ષ પહેલાં યુવાનીમાં ડગ માંડતી શ્યામા ધવલના લખેલાં પત્રો વાંચતી અને મનોમન ધવલના પ્રેમમાં હરખાતી. આજે ધવલ એન.આર. આઈ. તરીકે શહેરમાં ઊડતી મુલાકાતે આવેલો અને એક બુક સ્ટોરમાં એની નજર શ્યામા પર પડી. આજે એ જ બુક સ્ટોરમાં શ્યામાના ધવલને સંબોધીને લખેલાં પણ ધવલ સુધી ના પહોંચી શકેલા પત્રોના સંગ્રહનું વિમોચન અને પઠન હતું
– જિગીષા રાજ

એ આજે પણ એ જ લાઈબ્રેરીમાં આવીને બેઠી. વરસો પછી લાઈબ્રેરી એની જેમ જ થોડી પ્રૌઢ થઈ હતી.ક્યાંક ક્યાંક દીવાલનો કલર ઉખડ્યો હતો તો ક્યાંક ક્યાંક ટેબલના પાટિયા પરનું સનમાઈકા સહેજ ઉખડ્યું હતું તો કોઈક પુસ્તકના પૂંઠાનો ખૂણો સહેજ ફાટ્યો હતો.ટેબલ પર પડેલા લેમ્પનો કાચ એની આંખની જેમ જ સહેજ ઝાંખો થયો હતો. લાઈબ્રેરીમાં એના સિવાય હજુ કોઈ આવ્યું ન હતું.એ પણ એની જેમ જ સૂમસામ…. અચાનક વાસવીની નજર દરવાજા તરફ ગઈ.બે પ્રેમીપંખીડાં હાથમાં હાથ નાખીને આવ્યાં અને જઈને ખૂણાના ટેબલ પર બેસી ગયાં.એને એના કોલેજના દિવસો યાદ આવી ગયા.વિનોદ યાદ આવી ગયો. એ ટેબલ પરથી ઉભી થઈ અને એક કબાટ ખોલ્યું,આંખો બંધ કરીને એક પુસ્તક ખેંચી કાઢ્યું. ’એકલતા’ શીર્ષક ધરાવતું એ પુસ્તક આ વર્ષનું બેસ્ટ સેલર પુસ્તક હતું.
– ડૉ.કિશોર એન.ઠકકર
ખુરશી બોલે છે
કામથી પરવારીને રાબેતા મુજબ રામાકાકા ઘેર આવી ગયા. પણ આજે રોજ જેવો એમનામાં ઉમંગ-ઉલ્લાસ ન હતો. એ પોતાના રૂમમાં આવ્યા, ટેબલ પર પડેલા પુસ્તક પર એક નજર નાખી. પણ આજે એમને વાંચનમાં પણ રુચિ ના જણાઈ અને આંખો મીંચીને એમની આરામ ખુરશીમાં બેઠા. હવે એમની ઉંમર પણ જવાબ આપી રહી હતી. પણ એમના માથે હતી એ જવાબદારી પુરી થાતી ન હતી. અચાનક પવનની થપાટ સાથે બારી ખુલી ગઈ. ઓરડો પ્રકાશિત થઈ ગયો. એકાએક એક તેજપુંજ રામાકાકા પાસેથી પ્રસાર થઈ ગયું અને પવનની લહેરથી પુસ્તકના પન્ના ફરવા લાગ્યા, ઓરડાની બારીઓ અથડાવા માંડી અને પછી અચાનક નીરવ શાંતિ પ્રસરી ગઈ. વાતાવરણની એ શાંતિ જાણે રામાકાકાની ખુરશીમાં પ્રાણ પુરી હચમચાવી ગઇ ના હોય એમ ખુરશીની નિર્જીવતા ખળભળીને બોલી ઊઠી કે “હવે પરિવારની સવાર કેવી હશે?”….
– સંકેત વ્યાસ ઈશારો
શાંતિનો સન્નાટો
લાઈફટાઈમ મેમ્બરશિપ લવાજમ ભરીને એ ચારેય લાઈબ્રેરીની સ્કીમનો લાભ લઈ રહ્યાં હતાં. હા, લાઈફટાઈમ મેમ્બરશિપ લેવાથી જે તે મેમ્બરને લાઈબ્રેરીમાં બેસવાની કોઈ સમય મર્યાદા ન હતી. હા, લાઈબ્રેરીના બધા નિયમોનું પાલન કરતાં. અવાજ બિલકુલ નહી. બસ, મોટા મોટા પેપરમાં ડ્રોઇંગ કરતાં. ઇશારાથી વાતો કરતાં. આખો દિવસ લાઈબ્રેરીમાં પસાર કરતાં. હવે તો ગ્રંથપાલને ચા નાસ્તો કરવા જવું હોય તો આ ચારેયને કહીને જતાં. જો કે ઘણાંને નવાઈ લાગતી. આખો દિવસ આ લોકો શું કરતાં હશે?બહાર નિકળીને તરત જ કશેય રોકાયા વગર જતાં રહેતાં. એકવાર ગ્રંથપાલે પૂછતાં એમણે કહ્યું હતું કે અમારો એક પ્રોજેક્ટ લોંચ થવાનો છે. એની તૈયારી કરીએ છીએ. આ જગ્યાએ ઘણું ફાવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે એ ચારમાંથી કોઈ પાસે મોબાઈલ ન હતો. આજે, એ લોકો આવ્યા નહીંપગઈકાલે એમના ચહેરા પર એક અજીબ અકળ શાંતિ હતી. જાણેકે એમનો પ્રોજેક્ટ પૂરો થઈ ગયો. અચાનક શહેરમાં એક સાથે આઠથી દસ ધડાકા થયાં. કેટલાંય મૃત્યુ પામ્યા, હજારોની સંખ્યામાં લોકો ધાયલ થયા. બીજા દિવસે શંકાસ્પદ શખ્સોના સ્કેચ જાહેર થયાપ શહેરની જેમ જ લાયબ્રેરીમાં પણ શોકમય સન્નાટો છવાઈ ગયોપ
– દક્ષા દવે ’રંજન’
પાળેલો શોખ
“ઓહો… આટલી બધી બુક્સ!” કૃતિ ઘરમાં રહેલી મીની લાઈબ્રેરી જોઈ મનોમન બોલી ગઈ. પાછળથી કૃપએ કહ્યું હા જ્યારથી બાપુજીને પેરાલિસિસ થયું ત્યારથી એમના માટે મેં આ લાઈબ્રેરી ઘરમાં જ વસાવી છે. જે પણ નવી બૂક માર્કેટમાં આવે એ તુરંત હું ખરીદી લઉં છું. કૃતિએ પૂછ્યું, “બાપુજીને વાંચનનો આટલો બધો શોખ છે!” કૃપ કૃતિની વાત સાંભળ્યા વગર જ મોબાઈલ કાને લગાવી ડ્રોઇંગ રૂમ તરફ જતો રહ્યો. બાપુજી એમની રિમોટવાળી વ્હીલ ચેરમાં ઘરની લાઈબ્રેરીમાં પ્રવેશે છે. કૃતિ બાપુજીને આવતાં જોઈ એમની મદદે જાય છે અને સહજ પૂછે છે.”બાપુજી તમને વાંચવાનો જબરો શોખ છે.” બાપુજી અટ્ટહાસ્ય સાથે બેટા શોખ નથી આતો મારી એકલતા દૂર કરવા પરાણે પાળેલો શોખ છે. હવે તારે પણ આવો શોખ પાળવો પડશે.”
– ઉજાસ વસાવડા
રોશની.
રોશની ખુબ જ ભણેલી યુવતી, સંજોગનો શિકાર બની, નાછુટકે કલંકિત દુનિયાનો ભાગ બની. ચાહકોની કોઈ કમી ન હતી. પોતાના લેખનના શોખને જીવંત રાખ્યો હતો. એક અલાયદો અંગત ઓરડો, જ્યાં રોશની શબ્દોના સથવારે પોતાની જિંદગીનો આંશીક સમય વ્યતીત કરતી. મનગમતા પુસ્તકો, ટેબલ, ખુરશી, બારી..એનું મનગમતું વાતાવરણ. રોશની મનના વિચારોને કલમની વાચા આપતી. રોશનીને પોતાની લખેલી આત્મકથા પ્રકાશિત કરવાનો વિચાર રાકેશને જણાવ્યો, જેમાં કેટલાય સજ્જનોના નામ સંકળાયેલા હતા.રોશનીની દરેક ઈચ્છા પુરી કરતો એનો ખાસ ચાહક રાકેશ જાણતો હતો કે ઘણાં મિત્રો રોશનીના લિસ્ટમાં હતાં. એક સવારે, સનસનાટીભર્યા સમાચારે કોઈ દુઃખી થયા, કોઈએ રાહતનો શ્વાસ લીધો. ’ નિર્જન સ્થળેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી.’
– ચેતના ગણાત્રા ’ચેતુ’
અનુસંધાન
ધવલ અને શ્યામા બેઉ તદ્દન અજાણ્યાની જેમ એકબીજાને જોઈ રહ્યા, શહેરના સૌથી પ્રતિષ્ઠિત બુક સ્ટોરમાં. એકવીસ વર્ષ પહેલાં યુવાનીમાં ડગ માંડતી શ્યામા ધવલના લખેલાં પત્રો વાંચતી અને મનોમન ધવલના પ્રેમમાં હરખાતી. આજે ધવલ એન.આર. આઈ. તરીકે શહેરમાં ઊડતી મુલાકાતે આવેલો અને એક બુક સ્ટોરમાં એની નજર શ્યામા પર પડી. આજે એ જ બુક સ્ટોરમાં શ્યામાના ધવલને સંબોધીને લખેલાં પણ ધવલ સુધી ના પહોંચી શકેલા પત્રોના સંગ્રહનું વિમોચન અને પઠન હતું
– જિગીષા રાજ
અંદેશો
દસ વર્ષથી નિઃસંતાન શેઠાણી એમના હવેલી જેવા ઘરમાં બાળકોની ખોટમાં પુસ્તકો સાથે સમય વિતાવતા અને પોતાનો ખાલી ખોળો ભરાય એની રાહ જોતાં.આજે રવેશમાંથી શાંતાબેન દાયણને જતા જોઈ શેઠાણી બોલ્યા,”કેમ દેખાતી નથી હમણાં?” શાંતા બોલી,”આવું વળતા અત્યારે તો ઓલી સુમલીને વેણ ઉપડ્યું છે તે જાઉં છું.” વળતાં શાંતા દાયણ શેઠાણીને રામરામ કહેવા આવી. હવેલીમાં મજૂરીનું કામ કરતી સુવાવડી રાધા પર નજર પડતા એની અનુભવી આંખોને બે ગર્ભનો અંદેશો આવી ગયો. શેઠાણી, “શું આખો દિવસ થોથામાં ભરાઈ વાંચ્યા કરો ઝટ બહાર આવો ખાસ વાત કહેવી છે શેઠાણી નજીક આવતાં જ ગુસપુસ કરી,” લાગે છે પરભુએ એ તમારી ધા સાંભળી છે હવે.” શાંતાની વાત સાંભળી એની સુની આંખોમાં ચમક આવી અને શાંતાની મુઠ્ઠી ગરમ થઈ. એના ગયા પછી શેઠાણીએ હવેલીના રૂમે રૂમે લાઈટો કરી, મંદિરમાં દિવો પ્રગટાવી પ્રભુનો પાડ માન્યો. પુસ્તકાલયમાં કૃષ્ણની બાળલીલાનું પુસ્તક વાંચવા બેસી ગયા.
– મિનલ પંડ્યા
ઑફિસર
ક્લાસ વન ઑફિસર શાંતિ માટે લાયબ્રેરીમાં ગયાં. તેની સામે કોઈએ જોયું નહિં! તે પણ કોઈની સામે જોયાં વગર ખુરશીમાં બેસી ગયાં! પોતે માથું પોતાની ઑફિસમાં, આંખો ફાઈલમાં, હાથ ઑફિસનાં ફોનમાં અને પગ કારમાં મુકીને આવ્યાં હતાં!!
– હસમુખ રામદેપુત્રા
સમર્પણ
માતા પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ લાલુના શિરે એના નાના ભાઈ બહેનની જવાબદારી આવી ગઈ. બાળપણમાં જ ત્રણ જીવ માટે રોટલો રળવાની જવાબદારી આવી ગઈ હોવાથી પુસ્તકો છૂટી ગયા અને એક સિદ્ધાંતવાદી, પ્રામાણિક અને સંસ્કારી ઘરનો છોકરો મજબૂરી સામે લાચાર થઈ એક શરાબની દુકાનમાં ટેબલ સાફ કરી ગ્લાસ ચમકાવવાનું કામ કરવા લાગ્યો. કઈ કેટલાય શરબીઓના ટેબલ પર શરાબની બોટલ પહોંચાડતો હતો. બસ એનું એક જ સપનું હતું. એના ભાઈ બહેનના જીવનપુસ્તકના દરેક પાના પર ખુશીઓ અને સફળતા જ લખાય. ગરીબી, નિષ્ફળતા અને મજબૂરી ક્યાંય ના હોય. આ સપનાને પૂરું કરવા એ કંઈ પણ કરવા તૈયાર હતો. એક દિવસ એક શરાબીએ એને કહ્યું કે જો તારે તારી કિસ્મત ચમકાવવી હોય તો આ ટેબલ ચમકાવવાનું છોડી દે અને આ સરનામે કાલે આવી જજે. અને પૂર્ણતઃ પોતાના ભાઈ બહેનને સમર્પિત લાલુ ફરી ક્યારેય એ શરાબની દુકાનમાં ન દેખાયો.
– જિજ્ઞાસા પટેલ
લાલપૂંઠાવાળું પુસ્તક
“ આવો દિલીપભાઈ, બેસો સાહેબ, અને આ લો આપની લાલ પૂંઠાવાળી ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતીચંદ્ર. આપ ત્રીસેક વર્ષથી આ જ પુસ્તક ગોતતા હતા ને! આ પુસ્તક ગોતવા મેં કેટલાય રજિસ્ટર ફેંદ્યા, અને કેટલાને ફોન કરી પૂછતાછ કરી ત્યારે” બોલતા બોલતા લાયબ્રેરીયન વસંતભાઈનું ધ્યાન દિલીપભાઈ પર ગયું. વસંતભાઈના શબ્દો તો તેમના કાન સુધી પહોંચતા જ ન હતા. એક ધ્યાને તેમની હથેળી ખૂબ મૃદુતાથી પુસ્તકના લાલ પૂંઠા પર ફરતી હતી.તેમની આંખોમાં ચમક સાથે ભીનાશ પણ આવી ગઈ હતી. તેમણે હળવેથી પુસ્તકને ચઢાવેલું લાલ પૂંઠું ખોલ્યું, ત્યાં જ એક ઘડી બંધ કાગળ બે પૂંઠાની વચ્ચેથી સરકીને નીચે પડ્યો. વસંતભાઈ વાંકા વળીને કાગળ લેવા જાય એ પહેલા લાકડીને સહારે બેઠેલા દિલીપભાઈએ તરાપ મારીને કાગળ ઉઠાવી લીધો ને છાતી સરસો ચાંપી દીધો.
વાચકોના અભિપ્રાયો
એક સારો તરવૈયો, બધાને તારી શકે.જય હો
-ઈલા મિસ્ત્રી
મારી નાનકડી કટાક્ષ કથા…. ખૂબ ખૂબ આભાર સ્ટોરી શણગાર માઈક્રોફિક્શન એડમીન પેનલ.
– કિશોર ઠક્કર
અભિનંદન સહુને અને ગ્રૂપને જે સરસ કામગીરી કરે છે.શુભેચ્છાઓ…
– મિનલ જૈન
આભાર.. સાથ સહકાર અને આ તક માટે. માઇક્રો સ્ટોરી શણગાર ગ્રુપ…
– ચેતના ગણાત્રા