રાજુલા નગરપાલિકાના પ્રમુખ બાઘુબેન વાણીયા અને ઉપપ્રમુખ છત્રજીતભાઇ ધાખડા એ પોત પોતાના પદ પરથી આપેલ રાજીનામાથી રાજુલા શહેર ધણી ધોરી વગરનુું થઇ જતા પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા લોકોના ઘરમાં આંગણે પર પ્રાંતિય લોકોની ગોબરાઇથી માથું ફાડી નાખે તેવી ગંદકી ગોકુલનગર (૨) જેવા શાંત વિસ્તારમાં રીટાયર્ડ પોલીસ જમાદાર વનરાજભાઇ બારોટના ઘર આજુબાજુમાં ઉભુ ન રહેવાય તેવો માહોલ સર્જાયો છે અને પાલીકા ધણીધોરી વગરનું કોઇ કોઇની રાવ ફરીયાદ સાંભળવા વાળું ન રહ્યું હોય સંપૂર્ણ જવાબદારી સીધા હાદા ચીફ ઓફીસર નસીત પર આજ સુધી ગડ ગડ ગાડુ ગબડાવેલ પણ આજરોજ અમરેલી ડીડીઓ આયુષ્ય ઓકે દ્વારા ખાલી પડેલ પ્રમુખની જગ્યા પર કોંગ્રેસના જુના અનુભવી અને રાજુલાની દરેક જનતાના હ્યદયમાં સ્થાન પામેલ ભરતભાઇ સાવલીયાની કાયદેસર પ્રમુખ તરીકે નિમણુંક પરીપત્ર આવતા હાલ પૂરતી હાશકારો થયેલ છે. રાજુલાની જનતાના પ્રશ્નોને સાંભળવાવાળા સરળ સ્વભાવના નેતા મળતા અટકી ગયેલ કામોને વેગ અને ખડકાયેલા ગંદકીના ગંજને પ્રથમ હટાવવાનું કામ હાથ ધરશે તેવી આશા સેવાઇ રહી છે.
સભ્યોની વર્તમાન સ્થિતિ
રાજુલા નગરપાલિકામાં ૨૭ સભ્યો કોંગ્રેસના જ્યારે ૧ સભ્ય ભાજપના ચૂંટાયેલા હતા જેમાં ૧૮ સભ્યો ૭ મહિલા પહેલા અવિશ્વાસની દરખાસ્ત લાગ્યા હતા જે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા હતા હાલમાં કોંગ્રેસના ૯ સભ્યો છે. જ્યારે ૧૮ સભ્યોનો પક્ષાંતરધારા હેઠળ કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ ૧૮ સભ્યો ઉપર પક્ષાંતર ધારા હેઠળ કેસ ચાલે છે. હાલ તેને ઘરભેગા કરી ફરીથી ચૂંટણી લાવવા પણ ભાજપ સક્રિય બન્યું છે. વળી એકાદ બે સભ્યોને ત્રણ સંતાન હોવાથી તે દિશામાં પણ કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળેલ છે.