હાલમાંજ ધોરણ-૧૦ બોર્ડ ની પરીક્ષાનું ૬૬.૯૭ ટકા પરીણામ આવ્યુ છે કેટલાક વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.અને બોટાદ જીલ્લાનું ૬૩.૮૪ ટકા પરીણામ આવ્યુ છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ઉમરાળા ગામના નરેશ ઓધાભાઈ બાવળીયા ઉમરાળા માંજ આવેલ બારભાયા માધ્યમિક સ્કુલમાં ૧૦ માં ધોરણ માં અભ્યાસ કરતો હતો.નરેશ ઓધાભાઇ બાવળીયાએ ૧૦ માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી અને તેનુ રીજલ્ટ આવતા નરેશ નાપાસ થયો.ત્રણ વિષયમાં નાપાસ થતા નરેશને લાગી આવ્યુ અને બપોરના સમયે ગળેફાસો ખાઈ લેતા સમગ્ર રાણપર પંથકમાં શોકનું મોજુ ફળીવળ્યુ હતુ.આ બનાવ અંગે મળતી માહીતી મુજબ રાણપુરના ઉમરાળા ગામના નરેશ ઓધાભાઈ બાવળીયા ઉમરાળા ગામે પોતાની વાડીમાં રહે છે પોતાના જ ગામમા આવેલી બારભાયા માધ્યમિક સ્કુલમાં નરેશ ૧૦ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો.બોર્ડની પરીક્ષાનું પરીણામ આવતા નરેશ ત્રણ વિષયમાં નાપાસ થતા નરેશ ને મન ઉપર લાગી આવતા પોતાની વાડીએ બપોરના સમયે ઝાડ સાથે લટકાઈને ગળેફાસો ખાઈ લેતા ઉમરાળા ગામ સહીત સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.