આજકાલ શિક્ષણ એ મહત્વની બાબત છે જેમ ઇમારત નાની હોય કે મોટી પરંતુ પાયાની જરૂરિયાત હોય જ એમા શંકાને કોઈ સ્થાન નથી. એવી જ રીતે શિક્ષણ એ મજબૂત ઘડતરનો પાયો છે પણ કેટલો મજબૂત છે તે વિદ્યાર્થી અને તેના માતાપિતા ઉપર નિર્ભર રહે છે. અને માતાપિતાએ આપેલું વારસામાં જ્ઞાન એજ જીવનની સાચી પૂંજી છે જે સંતાનોને આધીન છે જે દરેક સંતાનોએ વિચારવું રહ્યું.
તાજેતરમાં ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયું. જેમાં કેટલાયે આ પરિણામ જોઈને તેને કરેલી મહેનત અને લગનથી પાસ થયેલા હર્ષ અનુભવતા હશે જ્યારે જે વ્યક્તિ પોતાના ઘરની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ભણતર પ્રત્યે જે લગાવ હશે તેના માતાપિતાને પણ ગર્વથી માથું ઉચકતા કરી નાખ્યા હશે. એવો જ એક વિદ્યાર્થી કે જેના પિતા ભાવનગર કળિયાબીડ ખાતે છેલ્લા ૩૩ વર્ષથી ચોકીદાર તરીકે કામ કરે છે એવા ભાવનગર જિલ્લાના ભડલી ગામના અને છોકરાઓના ભવિષ્ય અને શિક્ષણ ને પ્રાધાન્ય આપી ભાડાના મકાનમાં રહીને છોકરાઓને ભણાવે છે ત્યારે ધોરણ ૧૦ નું આવેલ પરિણામમાં વૈભવરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ કે જેણે સાયન્સ વિદ્યાર્થી તરીકે ગુજરાત લેવલે ૪ થો ક્રમ અને ભાવનગર જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થી છે ત્યારે તમામ વિદ્યાર્થીએ આ ઉપરથી શીખ લેવી જોઈએ કે માત્ર વાંચવાથી જ નિહી પરંતુ તેનું અધ્યયન કરવું જોઈએ, વિચારવું જોઈએ, અને લેખન પણ કરવું જોઈએ જેથી સફળતા સો ટકા પ્રાપ્ત થાય છે. આમ વૈભરાજસિંહ ગોહિલના માતા તથા પિતા અને જેના વડે માર્ગદર્શન, મહેનત મા મદદરૂપ થતા તેના ભાઈ, બહેન અને શિક્ષકને ધન્યવાદ છે જેઓ આ વૈભવસિંહના પ્રેરણા સ્ત્રોત બનીને આર્થિક રીતે પછાત હોવા છતાં ધોરણ દસમા ૯૯.૯૬ પર્સન્ટાઇલ મેળવીપોતે ડોકટર બની પિતા મહાવીરસિંહ ગોહિલનું સ્વપ્ન સાકાર કરવા માટે પોતાના ભગીરથ પ્રયત્નો દ્વારા ભાવનગર જ્ઞાનગુરુ શાળામાં મનહારભાઈ જેવા શિક્ષકે કોઈ પણ જાતની ફી લીધા વિના જ તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવીને પોતાના પિતાનું સ્વપ્ન સાકાર કરવા અને પોતાના માતાપિતાની આશા, આકાંક્ષા ઓનેને ફળીભૂત કરવા ભડલી ગામ તેમજ તેના પરિવારનું નામ રોશન કરીને પોતાનું સ્થાન નક્કી કરી નાખેલ છે. વૈભવરાજસિંહની સફળતામાં જ્ઞાનગુરૂ વિદ્યાપીઠના સંચાલક મનહરભાઈ રાઠોડ સહિત સમગ્ર શાળાની ટીમોનો અમુલ્ય ફાળો રહ્યો હતો.