શહેરમાં પાણીની વિકટ સ્થિતિનો મુદ્દો ઉઠાવી કોંગી કોર્પોરેટરોએ રેક્વીઝેશન બેઠકની માંગ ઉઠાવી
ભાવનગર શહેરમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનો મુદ્દો ઉઠાંવીને ભાવનગર મહાપાલિકાના કોંગ્રેસ પાર્ટીના નગરગ સેવકોએ રેક્વીઝેશન બેઠકની માંગણી કરતો પત્ર તંત્રને આપ્યો છે. જેમાં આ રેક્વીઝેશન બેઠકમાં એવી માંગ ઉઠાવી છે કે હાલમાં મહિ પરીએજનું પાણી ૫૦ એમએલડી મળે છે. તેના બદલે ૭૫ એમએલડી પાણી મળવાની વાત પત્રમાં કરી છે. હાલમાં મ્યુ. કોગ્રેસ પાર્ટી પાસે ૧૮ સભ્યોનું સંખ્યા બળ છે. તે નગરસેવકોએ આવી બેઠકના પત્રોમાં સહીઓ કર્યાનું કોંગી વર્તુ દ્વારા જાણવા મળે છે. નેતા જયદિપસિંહ ગોહિલે અગાઉ નિવેદન કરી પાણી પ્રશ્ને ચિંતા વ્યક્ત કરતું નિવેદન પણ કર્યું છે.
ચર્ચા વગર બોર્ડ બેઠક પુરી થઇ સભ્યોને લચ્છી પીવડાવી…
ભાવનગર મહાપાલિકા બોર્ડ બેઠક મળી હતી. આ બેઠક આચાર સંહિતાની વાતે કોઇપણ જાતની ચર્ચા વગર બોર્ડ પુરૂં થયું હતું. જો કે બોર્ડ બેઠકમાં ગરમીના કારણે સભ્યોને લચ્છી પીવરાવીને ઠંડા કર્યા હતા. બેઠકમાં ઠીક સંખ્યામાં સભ્યો હાજર રહ્યાં હતા. મ્યુ.કોંગ્રેસ પાર્ટીના નવા નેતાની સેવકોમાં બોર્ડ હોવાને કારણે કોંગ્રેસના કોર્પોરેટરોની ઠીક સંખ્યા હતી. બોર્ડ બેઠક બાદ ઘણાં બધા સભ્યોએ એકી અવાજે ફરી નેતાની વાત ચાલુ કરી છે. જેમાં ચૂંટણી પરિણામ પછી અમારા નવા નેતા નિમાય જશે તેવી ઘણાં બધા કોર્પોરેરોએ વિશ્વાસ સાથેની ખુલા મને ચર્ચા કરી હતી.
ગુજરાતની ૨૬ બેઠકોની જીતોનું ગણિત ગણતાં ભાજપના નગરસેવકો
મહાનગર સેવા સદન ખાતે આજે બોર્ડ બેઠકમાં ભેગા થયેલા ભાજપના નગરસેવકોએ તા.૨૩મીના રોજ મત ગણતરી શરૂ થનાર હોય કોણ કેટલાંક મતોએ જીતશે તેની ચર્ચામાં લાગ્યા હતા. કેટલાક સભ્યો ગુજરાતની ૨૬ બેઠકોની ગણતરીના ગણિતો ગણી રહ્યા હતા. તેમાં ભાવનગર લોક સભાની બેઠક કેટલાક મતોની લીડથી જીતાય તેવી વાતોમાં રસગુલ જોવા માંડ્યા હતા. ઘણાં સભ્યોએ મોટી લીડથી ભાજપ ઉમેદવારની જીતનું ગણિત દર્શાવતા હતા.
ખેડૂતવાસ લત્તામાં ગંદુપાણી મળતું હોવાની ફરિયાદ
ભાવનગર શહેરના ઉત્તર કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ વિસ્તારમાં કેટલાક સ્થળોએ પાણીની લાઇનોમાંથી ગંદુ પાણી આવતું હોવાની લોક ફરિયાદો જાગી છે. આ લત્તામાં અવાર નવાર પાણીની લાઇન જોડે ડ્રેનેજનું પાણી ભળી જતા ગંદુ પાણી આવતું હોવાની રજૂઆત થવા પામી છે.
વેરાના વધુ મોટા બીલો મળ્યાની કોંગ્રેસ કચેરી પાસે લોક ફરિયાદો
ઘરવેરાના બાકી બીલોમાં હવે તંત્ર દ્વારા ૧૮ ટકા વ્યાજ ચડત થતા આવા બીલો લોકોને મળતા વધુ પડતા બીલો અંગેની લોક ફરિયાદો મહાનગર સેવા સદન કોંગ્રેસ કાર્યાલય ખાતે કાંતિભાઇ ગોહિલ, ઇકબાલ આરબ, પારૂલબેન ત્રિવેદી, અરવિંદ પરમાર, જીતુભાઇ સોલંકી, હિંમતભાઇ મેણીયા સમક્ષ થવા પામી છે. કોર્પોરેટરોએ લોકોને એવી સલાહ દિધી છે કે વેરાના બાકી બીલો ભરી આપો હવે તંત્ર વ્યાજ માફી કરે તેમ લાગતું નથી. એટલે વેરા ભરી દેવા જોઇએ.