કોળી સમાજના ઈષ્ટદેવ સમાન વીર માંધાતાના પ્રાટ્યોત્સવ (જન્મજયંતિ) નિમિત્તે આજે ભાવનગર ખાતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વીર માંધાતા કોળી સમાજ સંગઠનના ભાવનગરના અધ્યક્ષ રાજુ સોલંકીની આગેવાની હેઠળ ફુલસર ખાતેથી નિકળેલી વિશાળ શોભાયાત્રા મોટીસંખ્યામાં કોળી સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા હતા. વિવિધ શણગારેલા ફ્લોટો રેલીમાં આકર્ષણ રહ્યાં છે. જશોનાથ સર્કલ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચતા જ સાંસદ ભારતીબેન શિયાળ, મેયર નિમુબેન બાંભણીયા તથા રાજુ સોલંકીએ ડો.આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી.