વ્યાજખોરોનાં ત્રાસથી યુવકનાં આપઘાત પ્રકરણમાં ૩ શખ્સોની કરાયેલી ધરપકડ

1185

ભાવનગર વણકર વાસમાં રહેતા અપંગ મુકેશભાઈ કરમણભાઈ વણકર. વ્યાજખોરોના ત્રાસના હિસાબે રાત્રે ભાવનગરથી નીકળી સિહોર માં દવા પી આપઘાત વ્હોર્યો હતો

ભાવનગર વણકર વાસમાં રહેતા મુકેશભાઈ કરમણભાઈ ઉવ આ ૩૫ વ્યાજખોરોના ત્રાસના હિસાબે ગત રાત્રે ઘરેથી નીકળી ગયેલ.આખીરાત ઘરવાળાઓ એ શોધખોળ કરી પરંતુ ક્યાંય પત્તો મળેલ નહીં. જેથી ભાવનગર  મ્. ડિવિજનમાં ફરિયાદ કરવામાં આવેલ અને સગાંવહાલાં દ્વારા મુકેશભાઈની ક્યાંય ભાળ મળેલ નહીં.

પરંતુ શિહોર પોલીસને ગઈ કાલે સવારે કોઈએ જાણ કરેલ કે વળાવડ રેલવે ફાટક પાસે કોઈ વિકલાંગ માણસ પડેલો છે જેથી સિહોર પોલીસ તાબડતોડ ઘરના સ્થળે પહોંચી તપાસ કરી આ યુવકને સિહોર સી.એચ.સી ખાતે લાવવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોકટર દ્વારા તપાસી મૃત જાહેર કરેલ અને આ લાશને પીએમ માટે મોકલી આપેલ

શિહોર પોલીસે સ્થળ ઉપરથી આ અજાણ્યા વ્યક્તિને શિહોર સરકારી દવાખાને લાવેલ જ્યાં ડોકટરે તપાસી કહેલ કે આ વ્યક્તિએ દવા પીધેલી છે અને મૃત જાહેર કરેલ. આથી શિહોર પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવેલ કે એક અજાણ્યો મૃતદેહ મળેલ છે જેની જાણ મૃતકના પરિવારને મળતા તપાસ કરતા માલુમ થયેલ કે મરણ જનાર મુકેશની ઓળખાણ થવા પામેલ હતી.

મરણ જનાર ના ભાઈને પૂછતાં જાણવા મળેલ કે ભાવનગર રહેતા રમેશભાઈ બારૈયા, અજયભાઈ ચુડાસમા તથા કિશોર નામના શખ્સોએ ઉછીના આપેલા પૈસાની પઠાણી ઉઘરાણી કરતા મુકેશ ઘરેથી આ લોકોના ડરના હિસાબે નીકળી ગયેલ અને રાત્રીના સમયે દવા પીને આપઘાત કરેલ છે.જે અંગેની મૃતકના ભાઈએ સિહોર પોસ્ટે માં ફરિયાદ નોંધાવતાં આજરોજ ડી.વાય.એસ.પી સૈયદ સાહેબની સૂચનાથી  ઉપરોક્ત ત્રણેય આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી ત્યારે વધુ તપાસ ડીવાયએસપી સૈયદ ચલાવી રહ્યા છે. આમ ઉંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરોની ધરપકડ થતા પરિવારે હાશકારો અનુભવ્યો છે.

Previous articleકોડીનાર પો.સ્ટે.નાં ગુન્હામાં છ વર્ષથી ફરાર આરોપી ભાવનગરથી ઝબ્બે
Next articleઢસા માંડવા પાસે કાર ડીવાઇડર સાથે અથડાતા માતા-પુત્રના મોત