ભાવનગર રાજકોટ હાઇવે પરના ઢસા અને માંડવાની વચ્ચે વેગનઆર કાર નં.જી.જે.૧૫ એ.ડી. ૭૩૬૪ પસાર થઇ રહી હતી ત્યારે અકસ્માતની ઘટના બની હતી. વેગનઆર કારમાં વાપીનો પરિવાર સવાર થઇ ધારી (જિ.અમરેલી) જઇ રહ્યો હતો ત્યારે આજે સવારે વેગનઆર કાર માંડવાના ઢાળ પાસે પહોંચી ત્યારે એકાએક ડીવાઇડર સાથે અથડાતા કારના બોનેટનો બુકડો વળી ગયો હતો અને કાર રસ્તાની બાજુમાં ખાંગી થઇ ગઇ હતી. આ બનાવમાં કારમાં સવાર મુસાફરો પૈકી અતુલભાઇ બાબુભાઇ પરમાર (ઉં.વ.૫૦) અને તેના માતા ઘનલક્ષ્મીબેન બાબુભાઇ પરમાર (ઉં.વ.૭૫, રહે.બન્ને ગુંજન એરીયા, વાપી)નું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. જયારે કારમાં સવાર અતુલભાઇના પત્ની ઇલાબેન (ઉં.વ.૪૫) તથા દિકરી કૃપાબેન (ઉં.વ.૨૧) અને પુત્ર વશં (ઉં.વ.૧૬)ને પણ આ અકસ્માતના બનાવમાં નાની મોટી ઇજાઓ થઇ છે. જે તમામને ૧૦૮ મારફત ભાવનગર સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવેલ છે. જેમાં ઇલાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થયાનું જાણવા મળ્યું છે. આ બનાવમાં મૃતક માતા, પુત્રનાં મૃતદેહને સિહોરની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવેલ છે. વધુમા અકસ્માત સર્જાયો હતો તે કાર માં ૬ મોબાઈલ ફોન સોના ની જ્વેલરી સહિત ચીજો જેની કિંમત અંદાજે બે લાખ રૂપિયા થી વધું ની તેમનાં સગાંને ૧૦૮ ના ડોકટર જયેશભાઈ વાળા પાયલોટ ભરતભાઈ ગઢવી દ્વારા પરત કરવામાં આવેલ આવી રીતે ફરજ પરની નિષ્ઠા અને પ્રમાણિકતાનુ ઉદાહરણ પુરૂં પાડવામાં આવ્યું હતું.