સરકારી ઇજનેરી કોલેજ ખાતે ભાવનગર લોકસભા ચૂંટણીની આજે મતગણતરી

800

ભાવનગર લોકસભા બેઠકની મત ગણતરી માટેની તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી અને વ્યવસ્થા તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. ભાવનગરની સરકારી ઇજનેર કોલેજ ખાતે ગુરૂવારે સવારના ૮ કલાકથી મત ગણતરી કાર્યનો પ્રારંભ થશે.

ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ભાવનગરની સાત વિધાનસભા બેઠક અનુસાર અલગ અલગ બિલ્ડીંગમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. મત ગણતરી માટે ૧૨૨૬ જેટલા કર્મચારીઓ સેવા આપનાર છે.

વિધાનસભા બેઠક અનુસાર મત ગણતરી માટે ૨૩ રાઉન્ડ નક્કી કરવામાં આવ્યા છે. એક રાઉન્ડમાં ૧૪ જેટલાં કંટ્રોલ યુનિટ ગણતરીમાં લેવામાં આવનાર છે. તમામ મત ગણતરી કેન્દ્રમાં સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે.

મત ગણતરી અંગે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર હર્ષદભાઇ પટેલે માહિતી આપી હતી. ગુરૂવારે વહેલી સવારથી જ ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ભાવનગર લોકસભા બેઠક પર ભાજપ અને કોેંગ્રેસનાં ઉમેદવાર વચ્ચે રોક્ડ હતી ત્યારે ક્યા પક્ષના ઉમેદવાર વિજેતા થશે તેની અટકળો અને ચર્ચા પરિણામ જાહેર થઇ જશે તેવું મનાઇ રહ્યું છે.

Previous articleભગવાનેશ્વર મંદિરનો પાટોત્સવ
Next articleમૌની રોય રણબીરની સાથે ફિલ્મને લઇને ખુબ જ ખુશ