સોનાક્ષી સિંહા અને લુલિયા વેન્ટુર વચ્ચેના સંબંધ ખુબ મજબુત બની ચુક્યા છે. કેટલીક વખત બંને સાથે પણ નજરે પડી ચુકી છે. સોનાક્ષી અને લુલિયા વચ્ચે મિત્રતા સલમાન ખાનના કારણે જોવા મળી રહી છે. જો કે સલમાન અને લુલિયા હવે સાથે દેખાઇ રહ્યા નથી. થોડાક સમય પહેલા સુધી તેમની વચ્ચેના સંબંધ સારા દેખાઇ રહ્યા નથી. બીજી બાજુ દબંગ-૩ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. બંને હાલમાં મોટા ભાગે સાથે નજરે પડી રહી છે. લુલિયા અને સોનાક્ષી અનેક વખત સાથે સમય પણ ગાળી ચુકી છે. બન્ને અનેક પાર્ટીમા સાથે નજરે પડી ચુકી છે. ૩૬ વર્ષીય રોમાનિયન અભિનેત્રી અને મોડલ હાલમાં સલામાન ખાનના પ્રેમમાં હોવાની માહિતી વારંવાર સપાટી પર આવતી રહે છે. જો કે આને સમર્થન મળી રહ્યુ નથી. સોનાક્ષી સિંહા સાથે પણ સલમાન ખાનની મિત્રતા જાણીતી રહી છે.
સોનાક્ષી સિંહાએ પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત સલામાન ખાનની સાથે દબંગ મારફતે કરી હતી. દબંગ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેનો બીજો ભાગ પણ બન્યો હતો. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. હવે ત્રીજા ભાગની ફિલ્મ બની રહી છે. જેમાં પણ સોનાક્ષી સલમાન ખાનની સાથે કામ કરી રહી છે. સલમાન ખાન હાલમાં તેની ભારત ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત થયેલો છે.
આ ફિલ્મ હવે રજૂ કરવાની તૈયારી છે. સલમાન બન્નેની સાથે દેખાયો હતો. લુલિયા હાલના દિવસોમાં સોનાક્ષીની ભારે પ્રશંસા કરી રહી છે. સોનાક્ષી સિંહા દબંગ ફિલ્મની નવી ફિલ્મમાં કામ કરવા માટે તૈયારી કરી રહી છે. તેની પસંદગી કરવામાં આવ્યા બાદ ફિલ્મનુ શુટિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે.