મૌની રોય રણબીરની સાથે ફિલ્મને લઇને ખુબ જ ખુશ

480

ખુબસુરત મૌની રોય એક પછી એક સારી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે રણબીરની બ્રહાસ્ત્ર ફિલ્મ છે. આ ઉપરાંત તેની પાસે હવે સલમાન ખાનની દબંગ-૩ ફિલ્મ પણ આવી ગઇ છે. આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે સોનાક્ષી સિંહા છે પરંતુ તેની પાસે જોરદાર આઇટમ સોંગ આવી ગયા બાદ તે ખુબ આશાવાદી છે. તે આઇટમ સોંગના કારણે પણ મોટા લાભ લઇ શકે છે. કારણકે આ મોટા પ્રોજેક્ટ તરીકે છે. ફિલ્મ પણ મોટી છે. સાથે સાથે સલમાન ખાન હોવાથી ફિલ્મને ૧૦૦ ટકા સફળતા મળનાર છે. તેની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. તેની પાસે હવે વધુને વધુ ફિલ્મો પણ આવી રહી છે. અનુભવ સિંહાની તુમ બિન-૨ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યા બાદ  રીમા કાગતીની મોટી અને મહત્વકાંક્ષી ફિલ્મ ગોલ્ડમાં  અક્ષય કુમારની  પત્નિની ભૂમિકામાં દેખાઇ હતી.  રીમા કાગતીએ  સ્પોર્ટસ ડ્રામા પર ફિલ્મ બનાવી હતી.

આ ફિલ્મ વર્ષ ૧૯૮૪ના ઓલિમ્પિક પર આધારિત ફિલ્મ હતી. તે હાલમાં સલમાન ખાન સાથે પણ નજીકના સંબંધ ધરાવે છે. આ જ કારણસર તે સલમાન ખાનના શો બિગ બોસના દરેક સિઝનમાં નજરે પડી હતી.  આ વખતે પણ તે સલમાન ખાનના શોમાં નજરે પડી હતી. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુર સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહાસ્ત્રમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ કામ કરી રહી છે. મૌની રોય ટીવી સિરિયલ મારફતે લોકપ્રિયતા લીધા બાદ હવે ફિલ્મોમાં પ્રવેશી ગઇ છે. વર્ષ ૨૦૧૭ના એવોર્ડ શો કાર્યક્રમમાં પણ મૌનીએ તમામનુ ધ્યાન ખેંચ્યુ હતુ.

Previous articleસરકારી ઇજનેરી કોલેજ ખાતે ભાવનગર લોકસભા ચૂંટણીની આજે મતગણતરી
Next articleસોનાક્ષી અને લુલિયા વચ્ચેના સંબંધ મજબુત બન્યા