ટીમ ઇન્ડિયા તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે

722

વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્લ્ડ કપમાં હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ભારતીય ટીમ વર્લ્ડ કપમાં તેની ઝુંબેશની શરૂઆત પાંચમી જુનના દિવસે કરનાર છે. તેની પ્રથમ મેચ ભારત રોજ બાઉલ ખાતે દક્ષિણ આફ્રિકાની સામે રમનાર છે. આ મેચનુ પ્રસારણ બપોરે ૬ણ વાગ્યાથી કરવામા ંઆવનાર છે. ત્યારબાદ ભારતીય  ટીમ તેની બીજી મેચ નવમી જુનના દિવસે રમાશે. બીજી મેચ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાની સામે ભારતીય ટીમ રમનાર છે. આ મેચનુ પ્રસારણ પણ બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. ભારતીય ટીમ તેની છેલ્લી મેચ છઠ્ઠી જુલાઇના દિવસે લીડ્‌સ ખાતે રમનાર છે. આ મેચ પણ ત્રણ વાગ્યાથી રજૂ કરવામા ંઆવનાર છે. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત ૩૦મી મેના દિવસે થઇ રહી છે. આ મહાકુંભમાં ભારતીય ટીમ તેની જોરદાર શરૂઆત કરવા માટે ઇચ્છુક છે. ભારતીય ટીમ વર્લ્ડ કપની શરૂઆત પહેલા તેની બે અભ્યાસ મેચ પણ રમનાર છે. જે પૈકી તેની પ્રથમ અભ્યાસ મેચ ૨૫મી મેના દિવસે ન્યુઝીલેન્ડ સામે રમશે. બીજી અભ્યાસ મેચ બાંગ્લાદેશ સામે ૨૮મી મેના દિવસે રમાનાર છે. આ વખતે વર્લ્ડ કપરાઉન્ડ રોબિન તરીકે રમાનાર છે. એટલે કે દરેક ટીમ બાકીની તમામ ટીમો સામે મેચ રમનાર છે. રાઉન્ડ રોબિન બાદ ટોપની ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંચી શકે છે. ત્યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. તમામ કરોડો ચાહકો હાલમાં જે મેચ જોવા ઇચ્છે છે તેમાં ભારત અને પાકિસ્તાનની મેચનો સમાવેશ થાય છે.

ભારતે હજુ સુધી બે વખત વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી છે. તેમાં વર્ષ ૧૯૮૩માં કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વ કપ વિજેતા બની હતી. જ્યારે વર્ષ ૨૦૧૧માં ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમ વિશ્વ કપ વિજેતા બની ગઇ હતી. ભારતીય ટીમ પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. જેથી વર્લ્ડ કપમાં પણ તેમની પાસેથી સારા દેખાવની અપેક્ષા છે. ધોની, કોહલી, રોહિત શર્મા, શિખર ધવન સહિતના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે. બોલિંગમાં બુમરાહ, ભુવનેશ્વર પાસેથી સારા દેખાવની અપેક્ષા છે.વર્લ્ડ કપની શરૂઆત ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ૩૦મી મેન દિવસે થવા જઇ રહી છે. ક્રિકેટ મહાકુંભ ૧૪મી જુલાઇ સુધી ચાલનાર છે.

આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે આ વખતે વર્લ્ડ કપ ફોર્મેટ પડકારરૂપ છે. કોઇ પણ ટીમ મોટા ઉલટફેર કરી શકે છે.  કોહલીએ હતુ કે ખેલાડીઓએ આઇપીએલ મારફતે જોરદાર તૈયારી કરી લીધી છે. કેપ્ટન વિરાટ કોહલીએ એવી આશા પણ  વ્યક્ત કરી છે કે ટીમ ઇન્ડિયા ત્રીજી વખત વર્લ્ડ કપ પણ જીતી શકે છે. ભારતીય ટીમ તેની તાકાતને પુરવાર કરવા માટે ઉત્સુક છે.

Previous articleસુપર ડાન્સર ચેપ્ટર ૩ પર ‘મા શેરા વાલી’ પર જાદુઈ પ્રભાવ સાથે ૬ વર્ષીય રૂપસા રેખાને પ્રભાવિત કરી!
Next articleધોનીની ભૂમિકા નિર્ણાયક રહે તેવી પ્રબળ સંભાવના