જીઆઇડીસીમાં આવેલા ગેઝીયા હોલમાં કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન કંપની દ્વારા સ્ટાફ પરિવારના બાળકો માટે કિડ્સ ગોટ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
કલ્પતરૂના અધિકારીઓ કમલ જૈન, એમ એ બારૈયા સહિતે દિપ પ્રગટાવીની શરૂઆત કરાવી હતી. જેમાં લાઇવ ઓરકેસ્ટ્રા સાથે ૫થી ૧૪ વર્ષના બાળકો દ્વારા ગણેશ વંદના, ડાન્સ, કવિતા સહિતની ૨૨ જેટલી પ્રસ્તુતિ કરવામાં આવી હતી.