લોકસભાની ચૂંટણીમાં હાઈપ્રોફાઈલ બેઠકોમાની એક ગાંધીનગર લોકસભા બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જંગી બહુમતી સાથે વિજયી થયા છે.
આ બેઠક પર કુલ ૧૭ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યાં હતા. જેમાં ભાજપના પ્રતિસ્પર્થી કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડા સિવાય તમામ ઉમેદવારોને ખુબ જ ઓછા મત મળતા તમામની ડિપોઝિટ જપ્ત થઈ જશે. સૌથી મહત્વની બાબત એ છે કે ગાંધીનગર લોકસભા બેઠક પર ત્રીજા નંબરે નોટામાં મત પડ્યા હતા. ગાંધીનગર લોકસભા બેઠકનું પરિણામ જોવામાં આવે તો આ બેઠકમાં ભાજપના ઉમેદવાર અમિત શાહને ૮૮૮૨૧૦ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાને ૩૩૩૬૪૨ મત મળ્યા છે. જ્યારે નોટામાં ૧૩૯૫૪ મત પડ્યા છે. તે સિવાયના તમામ ૧૫ ઉમેદવારોને ૭ હજાર કરતા પણ ઓછા મત મળ્યા છે. આ બેઠકમાં સૌથી ઓછા મત અપક્ષ ઉમેદવાર ખોડા દેસાઈને માત્ર ૬૮૭ મત મળ્યા છે.