અમિત શાહે પાંચ લાખથી વધુ મતની લીડ મેળવી અડવાણીનો રેકોર્ડ તોડ્‌યો

770

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠક પર પાંચ લાખ મતથી વધુની લીડ મળતા અડવાણીનો જૂનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. કોંગ્રેસના સી જે ચાવડાને ત્રણ વાગ્યા સુધીમાં ૩,૨૬,૫૫૨ મતની સામે અમિત શાહના ૮,૫૩,૧૦૨ મત મળ્યા હોવાનું જણાયું છે. આ સાથે જ અમિત શાહને ૫,૧૮,૮૩૧ મતની જંગી લીડ મળતા જીત નિશ્ચિત છે.

ભાજપે તેમના દિગજ્જ નેતા લાલકૃષ્ણ અડવાણીની પારંપરિક બેઠક પરથી આ વખતે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને કમાન સોંપી હતી. અગાઉ ૨૦૧૪માં એલ કે અડવાણીનો ગાંધીનગર ૪,૮૩,૧૨૧ મતથી વિજય થયો હતો. અમિત શાહે આ વખતે લોકસભા બેઠક પર પ્રચાર માટે ચાર મેગા રોડ-શો યોજ્યા હતા તેમજ સંખ્યાબંધ બેઠકોનો દોર પણ કર્યો હોય તે ફળ્યા હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે. લોકસભા બેઠક અંતર્ગત આવતા વિધાનસભા ક્ષેત્રોમાં સોસાયટીના પ્રમુખો સાથે બેઠકો યોજી અમિત શાહે જીતની રણનીતિ ઘડી હતી જે બરોબર પાર પાડી છે. ભાજપ માટે ગાંધીનગર બેઠક પરથી આ જંગી બહુમતિ સાથેની જીત છે.

Previous articleવિજયનગરના તલાટી કમ મંત્રી આદેશ ન માનતાં પકડ વોરંટ જારી
Next articleJEE અને નીટ મુજબ ધો. ૧૧ અને ૧૨ની શિક્ષણ પદ્ધતિ રાખવા માંગ