જાતિવાદી રાજકારણ દેશનું દુર્ભાગ્ય અને જવાબદાર પક્ષો રાષ્ટ્રદોહી શા માટે નહી?
ચૂંટણી વખતે ટીકીટ આપવા માટે જાતિવાદી રાજકારણ કરતાં દરેક પક્ષ કે પક્ષના વડા ડાહી વાતો કરવાની હોય ત્યારે દેશને નુકશાન કર્તા કે દુર્ભાગ્ય પૂર્ણ બતાવે છે. જો કે એ બાબત ખોટી નથી. જાતિવાદી રાજકારણથી આપણે કેટલાય વર્ષો પાછળ પડી જવાના સંકુચિત મનોદશાથી પ્રગતિ થવાના બદલે અધોગતિ થવાની એ જરૂર છે. પરંતુ આ બધાના મૂળમાં રાજકારણ અને રાજકીય પક્ષો છે. જેમણે બોલતાં પહેલાં દેશ મહાન હોય તો પદ પરથી રાજીનામુ આપ્યા બાદ ગાંધીજી જેવા સંતની જેમ એન્ફથી લેવલથી આ વાતનું ઉચ્ચારણ કરવું ઘટે નહીં તો પોતે એક તરફ જાતિવાદી રાજકારણ કરી ચૂંટણીઓ લડે અને કોઈ સામે માઈક ધરે ત્યારે બોલે કે જાતિવાદી રાજકારણ એ દેશ માટે દુર્ભાગ્યપૂર્ણ ત્યારે પોતે પોતાની જવાબદારીમાંથી છટકી જવા જેવી વાત કરે છે. નહીં તો દરેક જાતિ આધારિત ટીકીટો આપી ચૂંટણી લડતો પક્ષ એ જાતિવાદી રાજકારણને સપોર્ટ જ નહીં પણ સમર્થન કરે છે અને જો દેશ માટે તે ઘાતક હોય, ખરાબ હોય તો તેવા દરેક પક્ષને રાષ્ટ્રવિરોધી કે દેશદ્રોહી કહેવામાં કંઈ વાધો ન હોઈ શકે. આતંકવાદથી પણ મોટું વિષ- ઝહેર એ સમાજમાં જયારે રેડી રહયાં છે અને પોતાની જાતને બચાવીને તે શકય નથી તેથી એકવાત ચોકકસ છે કે જાતિવાદી રાજકારણ જેટલું દેશ માટે દુર્ભાગ્ય પૂર્ણ છે તેટલા જ જવાબદાર રાજકીય પક્ષો પણ લોકશાહી માટે દુર્ભાગ્ય પૂર્ણ અને રાષ્ટ્રદોહી છે તેમાં કંઈ નવાઈ નથી.
પદ્માવત ફીલ્મ પાછળ જાહેર મિલકતને નુકશાન એ નરી મુર્ખતા? પગ પર કુહાડો મારવા સમાન
રાજયમાં અને દેશમાં પદ્માવતી કે પદ્માવત ફિલ્મને લઈને વિરોધ છે અને વિરોધ હોય ત્યારે કંઈક અંદર ખોટું હોય તો જ આટલા મોટા માસ લેવલે વિરોધ થતો હોય છે. ઈતિહાસ સાથે અંગ્રેજોએ કરેલાં ચેડાના ખોટા અને ખરાબ ફળ આપણે ચાખી રહ્યા છીએ એટલે ઈતિહાસ સાથે ચેડા કરવાનો કોઈને અધિકાર નથી. એક વાર્તા સ્વરૂપે આ ફિલ્મ અને અન્ય પાત્રો હોત તો વાત જુદી થાત. પરંતુ રાજકીય રીતે પક્ષો રોટલા શેકે છે તેની પાછળ આપણે વિરોધ જવાબદારો સામે કરવો રહ્યો. સત્તાપક્ષ સીધી રીતે જવાબદાર બને છે. તેની પાસે જવાબ માંગવો જોઈએ ભાજપની કેન્દ્રની અને રાજયની સરકારો છે. રાજયની સરકાર જેમાં વિરોધથી ડરીને પ્રતિબંધને સમર્થન કરે છે. તેમ કેન્દ્રની સરકારે પણ સહારૂપ થવું જોઈએ. તે ન થાય તો તેમની પાસે જવાબ માંગવો રહ્યો બાકી તેને બદલે આપણે સંપત્તિ – જાહેર મિલકતને નુકશાન કરવું તે મુર્ખતા પૂર્ણ પગલું ગણાશે અને છેવટે તેનો ચાર્જ જનતા એ જ ભોગવવાનો હોય છે. નવી બસની ખરીદીનો છેવટે આપણા પૈસે જ થવાની છે. તેમાં બીજાનું કશુ જવાનું નથી. પોતે પોતાના પગ પર કુહાડો મારવા સમાન બની રહેશે એને બદલે કહેવાતા જવાબદારોની ચોરી પકડી પ્રશ્ન પૂછવાનો સમય હવે પાકી ગયો છે. એક વાત સારી થઈ છે જનતા પોતાના અવાજ માટે કંઈ કરતી ન હતી તે કંઈક જાગૃત તો બની પોતાનો અધિકાર માંગતી તો થઈ છે. તેનો થોડો આનંદ જરૂર છે.
ડોકટરોની ઘટ માટે બી.કોમ. કે બી.એ.ના વિદ્યાર્થીઓને ટ્રેઈનીંગ આપી ડોકટર બનાવી શકાય
અંધેરી નગરીનો ગંડુ રાજા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા ની કહેવત અહી લગભગ સાચી પડે તેવી આ વાત છે. બિહાર કે ઉત્તર પ્રદેશમાં અંતરિયાળ વિસ્તારમાં આવા ડોકટરો મળી આવે છે તેને કાયદેસરની માન્યતા આપવા જેવી આ વાત છે. પહેલાં આર.એમ.પી. પ્રેકટીસ બાદ ડીગ્રી આપવામાં આવતી હતી. હવે એમ.સી.આઈ. જે કડક નિયંત્રણ દ્વારા એક મહત્વના, આરોગ્યને લગતા વ્યક્તિના જીવન સાથે સંબંધિત છે તેને વિખેરી રાજકારણીઓ કોલેજો કરી કમાઈ લેવાની નવી તરકીબ અજમાવી રહ્યા છે અને હવે ફકત મેરીટ પર જ એડમિશન મળતું હોવાથી તેમના ઠોઠ એવા સાગરિત, મળતીયા કે અન્યને ડોકટર બનવાના દરવાજા બંધ થવા લાગ્યા છે. ત્યારે આયુર્વેદ અને હોમિયોપેથીના ડોકટરોને પણ પ્રેકટીશ કરવાની છૂટ કે પછી ડોકટરો માટેની કોલેજ કોઈ પણ નિયંત્રણ વગર ચલાવવાના તઘલઘી નિર્ણય તરફ કહેવાતા રાજકારણીઓ વળ્યા છે. તે જોઈને થાય કે એવા ડોકટર જોડે ઈલાજ કરાવવાનું દરેક નેતાને ફરજીયાત કરવામાં આવે તો તરત જ આ બાબત તેમને સમજાઈ જશે. કોઈ સરકારી હોસ્પિટલમાં અત્યારે ઈલાજ માટે પણ જતા નથી ત્યારે આવા ડોકટરોને સમાજમાં છોડીશુ ? ગરીબોના સ્વાસ્થ્ય સાથે જ ચેડા કરવા છે ? ડોકટરો નથી ત્યારે મરતા દર્દીઓ કરતાં આવા ડોકટરો ઉપલબ્ધ કરાવી વસતીનો ખો કાઢી નાખવાની મહંમદ તઘલઘની આ યોજના લાવનાર કેવા!!