‘વિજયી ભવ’ઃ ભાજપ નહીં ભારતીયોની જીત, કોંગ્રેસના દેખાડાને પ્રજાએ નકાર્યોઃ સીએમ રૂપાણી

643

ગાંધીનગર કમલમ ખાતે પ્રેસ કોન્ફરેન્સને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આ મોદીજીની સૌથી મોટી ઉપલબ્ધી છે. સમગ્ર દેશમાં મોદી લહેર છે. એક્ઝિટપોલ આવતાની સાથે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી ગુરૂવારે વાસ્તવમાં આ લહેર જોવા મળી હતી. આજની જીત એ ભારતીયોની જીત છે. ભારત વિજય ભવ. નરેન્દ્ર મોદીના નેતૃત્વને બિરદાવતા રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ઈમાનદાર, દેશ ભક્ત અને મજબુત નેતૃત્વ થકી ભારતીય જનતા પાર્ટીને દેશમાં સર્વોચ્ય સ્થાન અપાવ્યું છે. નરેન્દ્ર મોદીજીને હું નમન કરૂં છું. સ્પષ્ટ બહુમતિ દેખાતા ભાજપના કાર્યકરોએ ગાંધીનગર ખાતે કમલમમાં ભવ્ય ઉજવણી શરૂ કરી હતી. કાર્યકરોએ ભારત માતા કી જય અને હર હર મોદીના નારા લગાવીને જીતને વધાવી. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દુનિયામાં ભારતીય જનતા પાર્ટીનું નામ રોશન કર્યું છે આ અંગે વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, અમિત શાહે ખરા અર્થમાં સંગઠનનો પરીચય કરાવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને દુનિયાની મોટી પાર્ટી બનાવી છે.  અમિત શાહજીએ સમગ્ર ભારતીય જનતા પાર્ટીના સંગઠનને એક જૂટ કર્યું છે. તેઓની રાજનીતીમાં ચાણક્ય નીતી જોવા મળે છે.

ગુજરાતના સમગ્ર ભાજપના કાર્યકરોને શુભેચ્છા આપી તેમના કામને બિરદાવ્યું હતું અને કહ્યું કે, તમામ ભાજપના કાર્યકરોને હુ નમન કરૂં છું.

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને લોકતાંત્રીક રીત પર પણ ભરોસો નથી, કોંગ્રેસના દેખાડાને પ્રજાએ નકારી કાઢ્યા છે. જનતાએ ભાજપને જીતાડવાનું નક્કી કર્યું હતું. ૪ વિધાનસભા પેટા ચૂંટણીમાં પણ ભાજપ જીતની નજીક છે.

ઇવીએમ મુદ્દે સીએમ રૂપાણીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વર્ષ ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં ઈવીએમ કોંગ્રેસને સારા લાગ્યા હતા. તમે જીતો તો ઇવીએમ સારા, હારો તો ખરાબ. કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ રહેતા ઈવીએમ પર હારનું ઠીકરું ફોડે છે. વિપક્ષ નેતૃત્વની નિષ્ફળતાને છુપાવવા માટે ઇવીએમનો મુદ્દો ઉઠાવે છે.

Previous articleમોદીની માતા હીરા બાએ પણ દેશના લોકોનો આભાર માન્યો
Next articleવડોદરા સીટ પર રંજનબહેને મોદીની લીડનો રેકોર્ડ તોડયો