કોંગ્રેસનું ૭૨ હજાર આપવાનું પ્રલોભન મતદારોએ ન સ્વીકાર્યું : સનતભાઇ મોદી

626

વૈશાખી વાયરા વચ્ચે આજે કેસરીયા રંગોની છોળો ઉડાડતી ભવ્ય અને ઐતીહાસીક જીત અંગે શહેર ભા.જ.પા. અધ્યક્ષશ્રી સનતભાઇ મોદીએ આનંદ વ્યકત કરતા સમગ્ર દેશ અને ભાવેણાની જનતાને અભીનંદન આપતા જણાવ્યું હતું કે આજના પરીણામોથી સમગ્ર દેશની જનતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહના કુશળ નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતી, પક્ષની વિચારધારા, રાષ્ટ્રીય નીતીઓનો સ્વીકાર કર્યો છે જયારે કોંગેંસની વંશવાદ, જાતીવાદ, પ્રાંતવાદ, તકલાદી, તકવાદી અને પ્રલોભનકારી નીતીઓને જાકારો આપી દેશની જનતાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસને સણસણતો તમાચો માર્યો છે. સાથે સાથે ગુજરાતના બંન્ને પનોતા પુત્રો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહનું કોંગેંસ મુકત ભારતનું સ્વપ્ન દેશમાં સાકાર કરતા અનેક રાજયોને કોંગ્રેસ મુકત કર્યા છે. ખાસ કરીને સર્જીકલ સ્ટ્રાઇક, નોટબંધી, જી.એસ.ટી., ટ્રીપલ ત૯લાક સહીતના સાહસીક નીર્ણય બાદ દેશની જનતાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીમાં અપાર શ્રધ્ધા વ્યકત કરતા કોંગ્રેસના નેતાઓ દ્વારા અપાયેલા ૭ર૦૦૦ના પ્રલોભનો, અનેક ચુટણી વચનોની લોલીપોપો, અનેક ગપગોળાઓનો પર્દાફાશ કરી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી અને તેની શીર્શસ્થ નેતાગીરીમાં ‘અડીખમ વિશ્વાસ’ વ્યકત કરતા ૪૪૦થી વધુ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય આપતા દેશની રાષ્ટ્રવાદી જનતાએ આતંકવાદ, કાળુનાણુ, ભષ્ટ્રાચાર સામેની લડાઇ જેવા અનેક રાષ્ટ્રીય મુદ્‌ે માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નીર્ણયોને જબરજસ્ત સમર્થન કર્યુ છે અને ફરી એક વાર ભારે બહુમતી સાથે સત્તાના સુત્રો  મજબુત અને સલામત હાથોમાં સોંપીને સમગ્ર દેશને મજબુતી પ્રદાન કરી છે. તેઓએ જણાવ્યું હતું કે રાહુલ એન્ડ કંપની દેશની જનતાને કોંગ્રેસના ૬૦ વર્ષોના કુકર્મોનો હીસાબ આપવાના બદલે અપપ્રચાર, વંશવાદ, જાતીવાદ, પ્રાંતવાદ અને ખોટા વચનોની લહાણી કરી દેશની જનતાને ‘ન્યાય’ માટેના ખોટા સપનાઓ બતાવી દેશની જનતાને મુરખ બનાવવા નીકળી હતી અને દેશને જે રીતે નીમ્મ કક્ષાની રાજનીતી માટનોે અખાડો બનાવ્યું હતું તેને દેશની શીક્ષીત, શાણી અને સમજદાર જનતાએ જબરજસ્ત તમાચો મારી દેશમાં સાચા શીવભકત અને નકલી શીવભકત વચ્ચેનો ભેદ સમજાવતા સમગ્ર દેશમાં પ્રચંડ બહુમતી સાથે ભવ્ય કેસરીયો લહેરાવી જડબાતોડ જવાબ આપ્યો છે અને રાહુલ ગાંધી સાથે ડુબતી કોંગ્રેસની નીમસ્તરની અને નકારાત્મક રાજનીતીને નકારતા દેશની જનતાએ વિકાસવાદ અને રાષ્ટ્રવાદ જેવી સકારાત્મક રાજનીતીને વિજય આપ્યો છે. ભા.જ.પા.ની આજની ભવ્ય જીતને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રી વિભાવરીબેન દવે, શહેર અધ્યક્ષ સનતભાઇ મોદી, જી૯લા અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, લોકસભા ઇન્ચાર્જ હર્ષદભાઇ દવે, સહ ઇન્ચાર્જ હરૂભાઇ ગોંડલીયા, શહેર મહામંત્રી વનરાજસિંહ ગોહીલ, રાજુભાઇ બાંભણીયા, મહેશભાઇ રાવલ, મેયર મનભા મોરી સહીતના વરીષ્ઠ આગેવાનોએ વધાવ્યો હતો.

Previous articleભાવનગરનાં ગૌરવ સમાન વિકટોરીયા પાર્કનો આજે ૧૩૨મો જન્મદિન ઉજવાશે
Next articleસિહોરમાં ભારતીબેનનાં વિજયને આવકારતા ભાજપના આગેવાનો