તા.૨૪-૦૫-૧૮૮૮ના રોજ ઇગ્લેન્ડના મહારાણી વિકટોરીયાને ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ ભેટમાં આપેલ – ૫૦૨ ચોરસ એકરમાં પથરાયેલું એશિયાનું બીજા નંબરનું શહેરી જંગલ વિકટોરીયા પાર્કનો આજે ૧૩૧મો વર્ષ પુર્ણ થાય છે ૨૦૧૨ના પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આ શહેર વચ્ચેમાં જંગલને જોઇ ભારે પ્રભાવિત થતા આ જંગલના વિકાસ અને સંવર્ધન માટે ૧૪ કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવી અને આં જંગલના વધુ વિકાસની વધુ જવાબદારી જંગલખાતાને હવાલે મુકતા અનેક વિધ વિકાસના કામો હાથ ધરાયા છે. પાર્કની બોરબાર વચમાં આવેલ કૃષ્ણકુંજ તળાવની ફરતા વકરેલા ગાંડા બાવળના જંગલને દુર કરી પાકો પાળો અને પથ્થરનું ટીચીંગ કામ કરી તળાવને સુંદરતાનો ઓપ આપ્યો છે. અહીં આજે બર્ડ સેન્ચુરીએ સ્થાન લીધું છે. વિવિધ જાતોની કિંમતી આયુર્વેદીક અને અન્ય વનસ્પતિ ઉગાડવા સાથે આ પાર્ક આજે એશિયાનું બીજા નંબરનું અલગ જંગલનું સ્થાન પ્રાપ્ત કર્યુ ંછે. આ જંગલનો આરોગ્ય અને ઔષધી પાર્ક, આયુર્વેદમાં સંશોધનીય ઔષધી પાર્કનું છોટું હિમાલય જંગલ સાબિત થયું છે. લુપ્ત થતી જતી વનસ્પતિઓ રૂખડો, રગતરાયડો, સીસમ, ચંદન, શીવલીંગ, શતુનાગકેસર, વાયવરણો, પુત્રજવા, બીજોરૂં, શતાવરી, બોરસલ્લી જેવી વનસ્પતિઓ આજે આ વનમાં ખાસા પ્રમાણમાં ઉગી નીકળી છે. ભાવેણાના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજીએ ૨૪-૦૫-૨૦૧૨ને જેઠ સુદ બીજના દિવસે આ શહેરી જંગલનો ૧૦૧મો જન્મદિવસ ઉજવ્યો ત્યારે કાઠીયાવાડના તાત્કાલીન કાર્યકારી પોલીટીકલ એજન્ટ લેફટનન્ટ કર્નલ એચ.એલ.નટ અને શ્રીમતી નટના હસ્તે પ્રથમ વૃક્ષારોપણ કરાવી ગૌરીશંકર સરોવરના કાંઠાળ વિસ્તારમાં ૫૦૪ ચો.એકરમાં ૪૫૦૦ જેટલી વિશ્વ શ્રેષ્ઠ વનસ્પતિઓનું વાવેતર કરાવી જંગલ વિસ્તરણ કરાયેલ જ્યાં આજે ઇસ્કોન ક્લબ અને કાળીયાબીડ વસાહતે સ્થાન લીધું છે.