સિહોરમાં ભારતીબેનનાં વિજયને આવકારતા ભાજપના આગેવાનો

580

ભાવનગર લોકસભા બેઠકની યોજાયેલી ચૂંટણીની મતગણતરી આજે તા.૨૩મીએ સરકારી ઇજનેરી કોલેજ વિદ્યાનગર ભાવનગર ખાતે યોજાઇ હતી. જેમાં ભારે ઉત્સુકતા સાથે મત ગણતરી શરૂ થતા પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળ કોંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ સામે લીડ પ્રાપ્ત કરવાની શરૂઆત કરી હતી. અને અંતિમ રાઉન્ડ સુધી લીડમાં સતત વધારો થતો હતો. આખરે ભાજપનાં ભારતીબેન શિયાળનો ૩.૨૬ લાખની જંગી લીડથી વિજય થતા જિલ્લાભરમાં ભાજપમાં ખુશીનો માહોલ છવાયો હતો. અને સર્વત્ર વિજયને ઢોલ-નગારા અને આતશબાજી સાથે આવકારવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે સિહોરમાં ભાજપ દ્વારા વડલા ચોક ખાતે ઢોલ નગારા અને ડીજેના તાલે નાચગાન અને ફટાકડાની આતશબાજી સાથે વિજયોત્સવ મનાવ્યો હતો. અને એકબીજાનાં મોં મીઠા કરાવી પેંડા વ્હેચ્યાં હતા. આ કાર્યક્રમમાં સિહોર ભાજપના શંકરમલ કોકરા, ઉમેશભાઇ અકવાણા, દિપ્તિબેન ત્રિવેદી, રાકેશભાઇ, હિતેશભાઇ મલુકા, આશિષભાઇ પરમાર સહિત ભાજપનાં હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકરો સાથે નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. તસ્વીર : કૌશિક વ્યાસ

Previous articleકોંગ્રેસનું ૭૨ હજાર આપવાનું પ્રલોભન મતદારોએ ન સ્વીકાર્યું : સનતભાઇ મોદી
Next articleજેસરનાં રાજપરા ગામેથી ઇગ્લીંશ દારૂ સાથેની બોલેરો કાર ઝડપાઇ