આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો પાલીતાણા/જેસર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે જેસર તાબેના રાજપરા (ગંગા સતીના) ગામે રહેતા સુરપાલસિંહ ઉર્ફે છટુભા રમુભા સરવૈયા તથા મહિપાલસિંહ બળુભા સરવૈયા પોતાના કબ્જા ભોગવટાના પ્લોટમાં બોલેરો ગાડીનં.જીજે-૧૦-બીજી-૨૩૨૯ ની રાખી તેમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરી હેરફેર કરવાનો છે. અને તે દારૂનો જથ્થો ભરેલ વાહન લઇને જવાની તૈયારીમાં છે તેવી હકિકત મળતા જે હકિકત આઘારે તુરતજ બાતમી વાળી જગ્યા રાજપરા (ગંગા સતીના) ગામે રેઇડ દરમ્યાન સુરપાલસિંહ ઉર્ફે છટુભારમુભા સરવૈયા ઉવ.૪૫ વાળા હાજર મળી આવતા તેના કબ્જાની બોલેરોમાં ઝડતી તપાસ કરતા ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂનો જથ્થો ભરેલ પેટી નંગ-૨૫ કુલ બોટલ નંગ-૩૦૦ કિ.રૂ. ૯૦,૦૦૦/- તથા બોલેરો ગાડીનં.જીજે-૧૦-બીજી-૨૩૨૯ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા મજકુર બંન્ને આરોપી વિરૂધ્ધમાં પ્રોહી કલમ-૬૫ એ.ઇ,૮૧, ૧૧૬(બી), ૯૮(૨) મુજબનો ગુન્હો ભાવનગર જીલ્લાના જેસર પોલીસ સ્ટેશનમાં નોઘાવેલ છે.