નારી રોડ પર રીક્ષા-બાઇકનો અકસ્માત થતા યુવાનનું મોત

4098

ભાવનગરનાં છેવાડે નારી ગામનાં રોડ પર રેલ્વે બ્રીજ પાસે બાઇક લઇને જઇ રહેલા કમળેજનાં યુવાનનો રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત થતા ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ કમળેજ ગામે રહેતા રાજુભાઇ છગનભાઇ મકવાણા પોતાનું બાઇક લઇને નારી ચોકડી નજીક જઇ રહ્યા હતા ત્યારે રેલ્વે બ્રીજ પાસે પુરપાર ઝડપે પસાર થઇ રહેલી રીક્ષા સાથે ધડાકાભેર અકસ્માત થતા બંને વાહનો ફંગાળાયા હતા. જેમાં બાઇક ચાલક રાજુભાઇ રોડ પર પટકાતા તેને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. આ અંગે પોલીસે ઘટના સ્થળે દોડી જઇને જરૂરી કાગળો કરી લાશને પી.એમ. અર્થે હોસ્પીટલ ખસેડી હતી. આ અંગે સુખદેવભાઇ છગનભાઇ મકવાણાએ રીક્ષા ચાલક સામે ફરીયાદ નોંધાવતા ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

Previous articleજેસરનાં રાજપરા ગામેથી ઇગ્લીંશ દારૂ સાથેની બોલેરો કાર ઝડપાઇ
Next articleશહેરમાં દિન દહાડે રૂા. ૧.૧૩ લાખની લૂંટ