મનપા દ્વારા લારી-ગલ્લાના વેપારીઓને પરેશાની થઈ રહી હોવાની બાબતને લઈને એસોસીએશન અને લારી-ગલ્લાવાળા તમામ લોકોએ કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાને રૂબરૂ મળીને પોતાની વિગતો જણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે સામાન્ય ગરીબ એવા પાથરણા વાળા અને લારીઓ વાળા પોતાના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવતા હોવા છતાં મનપાના અધિકારીઓ તેમને ખોટી રીતે હેરાન -પરેશાન કરી માલ-સામાન ભરી જાય છે. જેથી પાથરણાવાળા કે લારીવાળાને મોટી ખોટ અને પેટીયું જુંટવાઈ જાય છે.
વળી અન્ય મનપામાં હોકર્સ લાયસન્સ આપવામાં આવે છે. જે ગાંધીનગરમાં આજ સુધી મહાનગર પાલિકા થયા હોવા છતાં આજ સુધી નહી આપ્યા હોવાથી નાના વેપારીઓને અધિકારીઓની મનમાની અને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.