હવે દોસ્તાનાની સિક્વલ પર કામ શરૂ : આલિયા ચમકશે

463

ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં એવુ જાણવા મળ્યુ હતુ કે ફિલ્મ નિર્માતા કરણ જોહરની વર્ષ ૨૦૦૮માં રજૂ કરવામા ંઆવેલી ફિલ્મ દોસ્તાનાની સિક્વલ ફિલ્મ બનાવવામાં આવનાર છે. મોડેથી જાણવા મળ્યુ હતુ કે મુળભુત ફિલ્મની જેમ જ સિક્વલ ફિલ્મ પણ શાનદાર રીતે રજૂ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ફિલ્મમાં લવ ટ્રાયગલ રાખવાના હેતુથી બે અભિનેતા અને એક અભિનેત્રીને ફિલ્મમાં લેવામાં આવનાર છે. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા જઇ રહી છે. ફિલ્મમાં તેની પસંદગી કરી લેવામાં આવી છે.

જો કે અભિનેતા સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. આલિયા ભટ્ટ પાસે કેટલીક ફિલ્મો આવી રહી છે. જેમાં કંલક અને રણબીર કપુરની ફિલ્મનો સમાવેશ થાય છે. તખ્ત ફિલ્મ પણ આમાં સામેલ છે. આલિયા રાજી ફિલ્મની સફળતા બાદ ટોપ સ્ટાર અભિનેત્રીમાં સામેલ રહી છે. તેની પાસે સતત સારી ફિલ્મોની ઓફર આવી રહી છે.

હાલમાં તેની પાસે રહેલી તમામ ફિલ્મો મોટા બજેટની ફિલ્મો રહેલી છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં મોટા કલાકારો કામ કરી રહ્યા છે. ફિલ્મને લઇને વાતચીત થઇ ચુકી છે. આલિયા આદર્શ પસંદગી હોવાનુ જાણવા મળ્યુ છે. તે ટુંક સમયમાં જ અંતિમ પટકથા સાંભળનાર છે. તેની સામે બે અભિનેતા પસંદ કરવામાં આવનાર છે. સમગ્ર પ્રક્રિયા ચાલી રહી છે. ફાઇનલ કાસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ ફિલ્મ પર વધુ કામગીરી શરૂ કરાશે. દોસ્તાના ફિલ્મનુ નિર્દેશન તરૂણ મનસુખાની કરનાર છે. અગાઉની મુળ ફિલ્મમાં જહોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને પ્રિયંકા ચોપડાની મુખ્ય ભૂમિકા હતી.

એવી પણ ચર્ચા છે કે આલિયા ભટ્‌ને બાહુબલી ફિલ્મના નિર્દેશક રાજામૌલી પણ એક ફિલ્મ માટે ઓફર કરી ચુક્યા છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણ તેજા કામ કરનાર છે. બીજા સુત્રોએ કહ્યુ છે કે આલિયા ભટ્ટ આ ફિલ્મનો હિસ્સો બનવા માટે ઇચ્છુક છે. આવનાર કેટલાક મહિનામાં ફિલ્મને લઇને શુટિંગ હાથ ધરવામાં આવનાર છે. ફિલ્મ બ્રહ્યાસ્ત્રને લઇને પણ પ્રમોશનમાં તે હવે વ્યસ્ત થનાર છે. ફિલ્મમાં રણબીર કપુર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં શુટિંગ તે ક્યારેય કરનાર છે તે અંગે માહિતી મળી શકી નથી. જો કે રાજામૌલીની ફિલ્મ કોઇ અભિનેત્રી સ્વીકાર ન કરે તે બાબત ગળે ઉતરતી નથી. કારણ કે તેમની બોલબાલા જોરદાર છે.  તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થાય છે. આરઆરઆર નામની ફિલ્મ રાજામોલી બનાવવા જઇ રહ્યા છે. આલિયા ભટ્ટ બોક્સ ઓફિસ પર સારી સફળતા હાંસલ કરી રહી છે.

Previous articleચાર્લિઝ થેરોન બ્રાડ પીટના પ્રેમમાં છે : હેવાલમાં દાવો
Next articleરિતિક રોશન હાલમાં અનેક પ્રોજેક્ટને લઇને વ્યસ્ત થયો