વાવોલ પાસે માતાજીની કૃપાથી સ્વપ્નમાં આવી સોમાભાઈ અંબાલાલ પ્રજાપતિને આપેલા આદેશને અનુસરી ભવ્યાતિભવ્ય ખોડિયાર માતાનું મંદિર તેમણે બનાવ્યું હતું. જેનો પ્રથમ પાટોત્સવ સંતો-મહંતોની હાજરીમાં ઉજવાઈ રહ્યો છે. આ પાટોત્સવમાં સુંદરકાંડ તેમજ યજ્ઞ અને હેમંત ચૌહાણના કંઠે ખોડિયાર માતાના ફુલોના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું સોમમણી ફાઉન્ડેશન ટ્રસ્ટના સોમાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ભાનુપુરા પીઠાધિશ્વર હરીદ્વારના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી દિવ્યાનંદતીર્થજી મહારાજ તેમજ હરીદ્વાર જગદનાથધામના સ્વામી શ્રી હંસદેવઆચાર્યજી સહિત અનેક સંતોને આ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમ ગાંધીનગર પાસે આકાર લઈ લીધેલ શ્રી ખોડિયાર માતાનું મંદિર એક મહત્વનું ધાર્મિક સ્થળ બની રહેશે.