વર્લ્ડ કપની શરૂઆત આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વર્લ્ડ કપમાં ભાગ લેનાર ટીમોને લઇને ચર્ચા ચાલી રહી છે. આ વખતે તમામ ટીમો તેમના દેખાવને સુધારી દેવા માટે ઉત્સુક છે. આવી જ એક ટીમ ન્યુઝીલેન્ડની ટીમ પણ છે. ન્યુઝીલેન્ડની ટીમ પણ વર્લ્ડ કપ વેળા ઇંગ્લેન્ડમાં તેના પહેલાના ઇતિહાસને દોહરાવવા માટે ઇચ્છુક છે. ક્રિકેટ મહાકુંભમાં આ ટીમ પણ શક્તિશાળી ટીમ પૈકી એક ટીમ તરીકે છે. ન્યુઝીલેન્ડે જ્યારે પણ વર્લ્ડ કપમાં એન્ટ્રી કરી છે ત્યારે હમેંશા તેનો દેખાવ સારો રહ્યો છે. ન્યુઝીલેન્ડની ટીમ પાંચ વખત સેમીફાઇનલમાં પહોંચી ચુકી છે. છેલ્લા વિશ્વ કપમાં તો તે ફાઇનલમાં પહોંચી ગઇ હતી. જો કે જીત મેળવી લેવામાં સફળ રહી ન હતી. આ વખતે પણ તે છેલ્લા વર્લ્ડ કપની જેમ દેખાવ કરવા માટે ઇચ્છુક છે. આ વખતે પણ તે લડાયક મુડમાં દેખાઇ રહી છે. તેની પાસે તમામ એવા ખેલાડી છે જે બેટિંગ અને બોલિંગમાં પોતાની ટીમને જોરદાર દેખાવ કરીને જીત અપાવી શકે છે. ન્યુઝીલેન્ડની ટીમ એક એવી ટીમ છે જે ઇંગ્લેન્ડમાં કોઇ મોટા ઉલટફેર કરી શકે છે. છેલ્લી વખતે ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાની સાથે મળીને સંયુક્ત રીતે વર્લ્ડ કપનુ આયોજન કર્યુ હતુ. સાથે સાથે ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ આ વખતે તે ઇંગ્લેન્ડની ધરતી પર રમનાર છે. જેથી તેની સામે દેખાવનુ પુનરાવર્તન કરવાની કસોટી છે. કેન વિલિયમસનના નેતૃત્વમાં ટીમમાં જીત મેળવી શકે તેવા અનેક ખેલાડી રહેલા છે. વિલિયમસન પોતે હાલમાં ભારતમાં આઇપીએલમાં શાનદાર બેટિંગ કરી ચુક્યો છે. ન્યુઝીલેન્ડના અન્ય ખેલાડીઓ પણ આઇપીએલમાં રમીને ગયા છે. વિલિયમસન તો સનરાઇઝમાં કેપ્ટન તરીકે હતો. તે ટીમને પ્લે ઓફમાં લઇ ગયો હતો. ન્યુઝીલેન્ડની ટીમમાં કોલિન મુનરો ખતરનાક છે. સાથે સાથે રોસ ટેલર અને ગુપ્ટિલ જેવા ધરખમ ખેલાડી પણ રહેલા છે.વર્લ્ડ કપની શરૂઆત ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં ૩૦મી મેન દિવસે થવા જઇ રહી છે. ક્રિકેટ મહાકુંભ ૧૪મી જુલાઇ સુધી ચાલનાર છે. ટીમમાં ઝડપી બોલર બોલ્ટ પણ છે. જે ખતરનાક બોલર પૈકીના એક તરીકે છે. આ વખતે વર્લ્ડ કપરાઉન્ડ રોબિન તરીકે રમાનાર છે. એટલે કે દરેક ટીમ બાકીની તમામ ટીમો સામે મેચ રમનાર છે. રાઉન્ડ રોબિન બાદ ટોપની ચાર ટીમો સેમીફાઇનલમાં પહોંચી શકે છે. ત્યારબાદ બે ટીમો ફાઇનલમાં પહોંચશે. ન્યઝીલેન્ડની ટીંમના મુખ્ય આધાર તરીકે વિલિયમસન છે. જો કે ટીમના અન્ય ખેલાડીઓમાં ગુપ્ટિલ અને રોસ ટોલરને દુનિયાના સૌથી ખતરનાક ખેલાજી પૈકી એક તરીકે ગણવામાં આવે છે. વિતેલા વર્ષોમાં આ બંને ખેલાડી અનેક વખત એકલા હાથે પોતાની ટીમને જીત અપાવી ચુકી છે.
આવી સ્થિતીમાં વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી શાનદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવે છે. ન્યુઝીલેન્ડની ટીમ હમેંશા એક શક્તિશાળી ટીમ તરીકે રહી છે. તે લડાયક દેખાવ અને શાનદાર ફિલ્ડિંગના કારણે પણ જાણીતી ટીમ તરીકે રહી છે. ન્યુઝીલેન્ડના ક્રિકેટ ચાહકો તેમની ટીમ પાસેથી જોરદાર દેખાવની અપેક્ષા રાખી રહ્યા છે.
ઇંગ્લેન્ડ પહોંચી ગયા બાદ તેના ખેલાડી જોરદાર પ્રેકટીસ કરી રહ્યા છે. વર્લ્ડ કપ પહેલા ટીમ કેટલીક અભ્યાસ મેચ રમનાર છે જે પૈકી એક મેચ ભારત સામે રમશે.