કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં, હિમવર્ષાની વકી તીવ્ર ઠંડીનો જોરદાર રાઉન્ડ આવશે રાજ્યભરમાં સુસવાટા મારતા પવન સાથે બર્ફિલી ઠંડી હજુ ચાલુ રહેશે. ભૌગોલિક બાબતે, ગ્રહો તેમજ અન્ય આધારે જોતા હજુ પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષાની વકી રહેશે.
જાન્યુઆરી ૨૦૧૮, તા.૨૧થી ૨૫માં હિમાલયના ભાગોમાં ભારે હિમવર્ષાની વકી રહેશે. જેની અસર તળે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના ભાગોમાં વાદળ-વાયુ રહે. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં હજુ ર્બિફલી ઠંડીનો રાઉન્ડ આવશે અને કોઈ કોઈ ભાગોમાં ન્યૂનત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સે.થી પણ નીચે જવાની સંભાવના રહેશે અમદાવાદમાં પણ ન્યૂનત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સે.થી પણ નીચું જવાની સંભાવના રહે.
સૂર્યની દક્ષિણ ક્રાંતિમાં ક્રમશઃ ઘટાડો થવાથી દિવસના ભાગમાં તાપ રહે ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડીની અસર વધુ રહે, ઉત્તર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ ન્યૂનત્તમ તાપમાન ઘણું નીચું જાય. ગુજરાતમાં ર્બિફલી ઠંડીનો રાઉન્ડ તારીખ ૨૧થી ૨૫માં રહે. જ્યારે તા.૨૭ જાન્યુઆરીથી ફેબ્રુઆરી તા.૧માં વાદળવાયુ અને માવઠા જેવું હવામાન થઈ શકે. તેવું હવામાન જ્યોતિષી અંબારામ દા. પટેલે જણાવ્યું છે.