લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભારે રકાશ થયો છે. કોંગ્રેસે બધા માટે અમદાવાદ સહિતના અને શહેરના રાજમાર્ગો પર નાના મોટા ર્હોડિંગ્સ અને બેનરો લગાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે કોંગ્રેસના કાર્યકરોએ ભાન ભૂલીને વાડજ સ્મશાનની બહાર પણ બેનરો લગાવ્યા છે. જેમાં કોંગ્રેસ આવે છે એ પોતાનું લખાણ મોટા અક્ષરથી લખેલું છે.
હવે કોંગ્રેસને ગુજરાતમાં એક પણ બેઠક મળી શકી નથી. બીજીબાજુ સ્મશાનમાં કોંગ્રેસ આવે છે એ પ્રકારના લખાણ વાળા બેનરના ફોટા લોકોએ ઉપાડી લીધા છે. તેમજ તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે અને સાથે એવા મેસેજ અને કોમેન્ટ પણ કરી રહ્યા છે કે કોંગ્રેસની વાત સાચી છે.
કોંગ્રેસ હવે સ્મશાનમાં જ આવે છે. કોંગ્રેસના નેતાઓ દ્વારા ચૂંટણી પ્રચારને ગંભીરતાથી લેવાયો હતો. જે કાર્યકર કે આગેવાનને મન ફાવે તેમ રસ્તા પર કામગીરી કરી હતી. સ્મશાનની બહાર પણ બેનરો લગાવ્યા છતાં કોઈને કેમ ખબર ન પડી તે મોટી વાત છે અને ખબર પડી તો પછી સામે બહારથી બેનરો શા માટે ન હટાવ્યા એટલું નહીં બેનરો અને ર્હોડિંગ્સ કયા કયા સ્થળે લગાવવા છે. તેની સૂચના કાર્ય કોઈ કેમ નથી આપી. વગેરે જેવા પ્રશ્નોના જવાબ હવે કોંગ્રેસના નેતાઓ આપી શકે તેમ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવી રહ્યા છે.