રાજ્યપાલ બનનારા આનંદીબેન પટેલ બનશે ૧૨મા ગુજરાતી

1825
gandhi2312018-1.jpg

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્ત કરવામાં આવતા તેઓ ૨૩મી જાન્યુઆરીએ મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેનો હોદ્દો ગ્રહણ કરશે. ત્યારે તેઓ રાજ્યપાલ બનનારા ૧૨મા ગુજરાતી બનશે. અગાઉ ૧૧ ગુજરાતીઓ આ પદ શોભાવી ચૂક્યા છે. ગર્વનર બનનારા પ્રથમ ગુજરાતી મહિલા કુમુદબેન જોષી છે. જ્યારે આનંદીબેન રાજ્યપાલ બનનારા ગુજરાતના બીજા મહિલા છે. કુમુદબેન જોષીને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા.
આનંદીબેન પટેલ ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ ચાર વખત ધારાસભ્ય બની ચૂક્યા છે. આનંદીબેન પટેલ નરેન્દ્ર મોદી અને કેશુભાઈ પટેલ સાથેનાં ગુજરાત ભાજપનાં મહત્વનાં નેતા છે. તેઓ સૌથી વધું સમય ધારાસભ્યપદે રહેનારા ગુજરાતનાં મહિલા ધારાસભ્યોમાંના એક છે. તેઓએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ૧૧૯૪માં રાજ્ય સભાના સભ્ય તરીકે કરી હતી અને ૧૯૯૮ની રાજ્યની ચૂંટણીઓ દરમિયાન તેઓ ગુજરાતમાંથી ધારાસભ્ય બન્યા. તે પછી તેમણે ગુજરાતના રાજકારણમાં પાછુ વળીને જોવાની નોબત નથી આવી. તેઓ પક્ષની વય મર્યાદાને કારણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધું હતું. તેમણે તેમનું રાજીનામુ સોશિયલ મીડિયામાં જાહેર કર્યું હતું.
જાણીતા ગુજરાતી લેખક અને ગુજરાતની સાંસ્કૃતિક ઓળખને રજૂ કરનારા કનૈયાલાલ માણેકલાલ મુનશીને (ક.મા.મુનશી) પણ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. આઝાદી બાદ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ૧૯૪૮થી ૧૯૫૨ દરમિયાન મદ્રાસ સ્ટેટના ગર્વનર તરીકે ફરદ બજાવી હતી.હાલમાં વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યાં છે.

Previous articleહજી પણ ઠંડી પડવાનું જયોતિષની આગાહી
Next articleગાંધીનગર સે.ર૮ જીઆઈડીસીની બંધ ફેકટરીમાંથી દારૂ ઝડપાયો