એનડીએ સંસદીય દળની આજે બેઠક : તમામ સાંસદ હાજર થશે

397

લોકસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં એનડીની રેકોર્ડ જીત થયા બાદ નવી સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આજ ક્રમમાં એનડીએ સંસદીય દળની બેઠક આવતીકાલે શનિવારના દિવસે સાંજે પાંચ વાગ્યે યોજાનાર છે. આમા ગઠબંધનમાં તમામ ચૂંટાયેલા સાંસદો સામેલ થશે. એમ માનવામાં આવે છે કે, આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે. બીજી બાજુ શનિવારના દિવસે ભાજપ સંસદીય પક્ષની પણ બેઠક યોજાનાર છે. અન્ને નોંધનીય છે કે, ભાજપે લોકસભાની ચૂંટણીમાં એક હાથે ૩૦૨ સીટો જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. હજુ એક સીટ ઉપર પરિણામ બાકી છે. ભાજપ આ બેઠક ઉપર પણ આગળ છે. આવી સ્થિતિમાં તેમની સીટોની સંખ્યા ૩૦૩ થઈ શકે છે.

યુપીએના ખાતામાં ૮૨ અને મહાગઠનને માત્ર ૧૫ સીટો મળી છે. ભાજપ સહિત સમગ્ર સાથી પક્ષોમાં ઉજવણીનો માહોલ છે ત્યારે કેબિનેટમાં સ્થાન મેળવવાને લઈને પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે. આ વખતે પશ્વિમ બંગાળના ૪ સાસંદોને પણ કેબિનેટમાં જગ્યા મળી શકે છે. આ બાબતને લઈને નવી રણનીતિ તૈયાર થઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં જીત બાદ હવે ભાજપની નજર ૨૦૨૧ વિધાનસભા ચૂંટણી પર કેન્દ્રિત થઈ ગઈ છે. ભાજપના તમામ સાંસદોને દિલ્હીમાં બોલાવવામાં આવ્યા છે. આ પહેલા આજે શુક્રવારના દિવસે ભાજપે પોતાના સંસદીય બોર્ડની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી. મોદીના નેતૃત્વમાં આગામી પાંચ વર્ષમાં ભારતને વધુ શક્તિશાળી બનાવવા એનડીએ વધુ તાકાત સાથે કામ કરનાર છે. છેલ્લા કાર્યક્રમમાં મોદીના નેતૃત્વમાં સરકારની ગરીબ કલ્યાણકારી નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે દ્રષ્ટિકોણ, સબકા સાથ સબકા વિકાસના મૂળ મંત્રની સાથે ભારત વૈશ્વિક છાપ ઉભી કરવા પ્રયાસ કરશે.

પાર્ટીની સંસદીય બોર્ડની બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગઠબંધનની હાર, બંગાળ અને પૂર્વત્તરના રાજ્યમાં ભાજપની અભૂતપૂર્વ સફળતા હાથ લાગી હતી. દક્ષિણમાં પાર્ટીના મત હિસ્સેદારીમાં પણ વધારો થયો છે. જે સંકેત આપે છે કે, પાર્ટીએ દેશના તમામ ક્ષેત્રોને સુશાસનની નીતિ સાથે જોડી દીધા છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટી વધારે શક્તિશાળી બનીને આગળ વધવા ઈચ્છુક છે.

Previous articleધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું શનિવારે પરિણામઃ ૧૪૯૭૦ છાત્રોનું ભાવિ ખૂલશે
Next articleપ્રચંડ જીત બાદ મોદી અને શાહ અડવાણી અને જોશીને મળ્યા છે