ગાંધીનગરની જીઆઈડીસી, સેકટર – ર૮ ખાતે પ્લોટ નં. પ૦૮ ની બંધ ફેકટરીમાંથી આજે પોલીસે રેડ પાડી ઈગ્લિસ દારૂનું વેચાણ તેમજ ઈગ્લીસ દારૂની બોટલ નંગ ૧૭પ૩ રકમ રૂ. ૬,પ૦,૭૦૦ની કિંમતની પકડી પાડી હતી. ઈગ્લીશ દારૂ વેચાણની બાતમીને આધારે પોલીસે રેડ પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.
ક્રાઈમ બ્રાન્ચના જે. ડી. પુરોહિતની આગેવાની હેઠળ પાડેલી આ રેડમાં સેકટર-ર૮ જીઆઈડીસીની બંધ ફેકટરીમાંથી ફકીર મોહમંદ સીંધીની મદદથી હરિયાણાનો અમીત ચૌડસીંગ ચૌધરી અને અન્ય કેટલાક ઈસમો દ્વારા ઈગ્લીશ દારૂ ઉતારી અલગ અલગ ગાડીઓમાં ભરી વેચતા હોવાનું પકડી પાડયું હતું.
આ સાથે પાંચ વાહનો જેની કિંમત રૂ. ૧ર,ર૭,૭૦૦નો મુદ્દામાલ પણ ઝડપી પાડયો હતો.
આ સાથે આરોપી કિશોર કનૈયાલાલ વનજાણી, રહે. નાના ચિલોડા તેમજ નરેશ ગંગારામ માનવાણીને પણ ઝડપી પાડયા હતા. આ ફેકટરી ફકીર મોહમંદ સીંધીએ બંધ હોવાથી હરીયાણાના અમીત ચૌધરીને ઈગ્લીશ દારૂ ઉતારવા માટે ભાડે આપેલ હતી. જયારે અન્ય બે આરોપીઓ આ દારૂની ડીલીવરી કરવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.