મુંબઇ-ઉલહાસનગરના પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય સંત મધુસુધનબાપુનો ત્રિદિવસીય હરિકથાનો ભાવનગરમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે
તા.૨૫/૫ થી તા.૨૭/૫ શનિ,રવિ,સોમ એમ ત્રિદિવસીય હરિકથાનો રસપાન શહેરના સિન્ધુનાગરમાં આવેલ સિંધી નવજવાન સેવા મંડળ ખાતે રાત્રે ૯ થી ૧૧ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મુંબઇ-ઉલહાસનગરથી પૂજ્ય મધુસુધનબાપુની સાથે અન્ય કલાકારો પણ ઉપસ્થિત રહી નગરજનોને કૃષ્ણ ભક્તિના રસમાં મંત્રમુગ્ધ કરશે.બાપુના કાર્યક્રમની કૃષ્ણ ભક્ત-પરિવાર ભાવનગર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવેલ છે કૃષ્ણ ભક્તિ હરિકથાનો રસપાન કરવા સર્વે નગરજનોને લાભ લેવા કૃષ્ણ ભક્ત પરિવાર ભાવનગરના માં ગૌરંગીદેવી દાસી દ્વારા અનુરોધ કરાયેલ છે.