ભાવનગર-રાજકોટ હાઈવે ગૌરવપથ પર આવેલ માર્કેટીંગ યાર્ડ સામેના ફુલસર જવાના રસ્તા તરફ રોડની વચ્ચો વચ્ચ એક ભુવો પડ્યો છે. જેના કારણે અકસ્માત સર્જવાની દહેશત વ્યકત કરાઈ રહી છે. અને વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય મોટો અકસ્માત સર્જાય તે પુર્વે તંત્ર દ્વારા રીપેર કરવા લોક માંગ ઉઠવા પામી છે.