રાણપુર છેલ્લા ઘણા સમયથી પાણીના પ્રશ્ને હેરાન પરેશાન થઈ રહ્યુ છે.રાણપુર તાલુકા કક્ષા નું શહેર છે અને પચ્ચીસ હજારની વસ્તી ધરાવે છે.લોકો ને દસ થી બાર દિવસે માંડ માંડ પાણી મળે છે એ પણ ડોળુ રગડા જેવુ.કે પીવામાં તો ચાલે જ નહી અને ના છુટકે વેચાતુ પાણી લોકો ને લેવુ પડે છે .ધંધુકાના ધારાસભ્ય તરીકે જ્યારે ભરતભાઈ પંડ્યા ચુંટાયા ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પાસે રજુઆત કરી રાણપુર માટે સ્પેસ્યલ સુખભાદર ડેમ થી રાણપુર સુધી પીવાનું પાણી મળી રહે તે માટે પાઈપલાઈન મંજુર કરાવી આ પાઈપલાઈન નખાવી હતી.જે ફક્ત રાણપુરને પાણી આપવા માટે રાખેલ જેને પછીના ધારાસભ્યો સાચવી ન શક્તા આડેધડ કનેક્શનો ગામડાઓને આપતા રાણપુરને પુરતા પાણીથી વંચિત રહેવાનો વારો આવ્યો છે.રાણપુરના ખોબલે-ખોબલે મતથી ચુંટાયેલ કોંગ્રેસના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ ક્યાંક ખોવાઈ ગયા હોય તેવી ચર્ચા એ જોરપકડ્યુ હતુ.ત્યારે આજે ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ અચાનક રાણપુર ગ્રામ પંચાયત ખાતે દોડી આવ્યા હતા.જ્યા તેવો એ રાણપુરના સરપંચ અબ્બાસભાઈ ખલાણી અને તલાટી એચ ડી.પરમાર સાથે પીવાના પાણી માટે ચર્ચા કરી હતી.અને આવતા દિવસોમાં રાણપુરને પીવાનું પાણી સહેલાઈથી અને ઝડપથી પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે તે માટે જીલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.આ બાબતે ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર શહેરમાં પીવાના પાણીની પરીસ્થિતી ખુબ જ ખરાબ છે.લોકોને દસ-બાર દિવસે પાણી મળે છે.આ અંનુસંધાને અમે કલેક્ટર અને પાણી પુરવઠાના અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.અને આવતા દિવસોમાં રાણપુર ને પીવાનું પાણી સહેલાઈ થી તેમજ ઝડપી મળે તેવી સુચના જીલ્લા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આપી છે.તેમજ રાણપુરમાં નવા પાડેલા ત્રણ બોરમાંથી એક બોર માટે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક મોટરની ફાળવણી કરી છે.જ્યારે આ બાબતે ધારાસભ્યે વધુ માં જણાવ્યુ હતુ કે રાણપુરમાંથી પીવાના પાણી માટે મારે કોઈ ફોન કે રજુઆત આવી નથી..જ્યારે આ બાબતે રાણપુરના લોકોની પણ ફરજ આવે છે પક્ષા પક્ષી એક બાજુ મુકીને પાણી માટે કે ધારાસભ્યને,કલેક્ટરને પાણી પુરવઠા બોર્ડ સહીત ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવાની ગામ લોકોની ફરજમાં આવે છે.