સ્વામિ નિર્દોષાનંદ હોસ્પિટલ માટે સુરત ખાતે રકતદાન કેમ્પ યોજાયો

825
guj2312018-1.jpg

ઉમરાળા તાલુકાના ટીબી ખાતે કેશ કાઉન્ટર વગરની એક માત્ર દરેક રોગની તપાસ સારવાર કરતી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ માટે તા૨૧/૧ના રોજ સુરત ખાતે કતારગામમાં રક્તદાન માટે યુવાનોની કતારો લાગી  સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ કેશ કાઉન્ટર વગર દરેક રોગની તપાસ સારવાર કરતી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલની સેવા વધુને વધુ વિસ્તરતી જાય છે નિષ્ણાત તબીબી સ્ટાફ માનવતા વાદી ટ્રસ્ટીઓ ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે પુરા સીરાષ્ટ્ર ભરમાંથી દર્દી નારાયણોનો અવરીત પ્રવાહ ધરાવતી સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ દ્વારા આયોજિત રક્તદાન કેમ સુરત ખાતે કતારગામ વિસ્તારમાં એક માત્ર અપીલથી યુવાનોની રક્તદાનની તત્પરતા કતારગામમાં કતારો લાગી ૧૧૨૪ બોટલ રક્તદાન કરતા યુવાનોનો અદમ્ય ઉત્સાહ કેમ્પ સમાપ્ત થયો ત્યાં સુધી રક્તદાન માટે  યુવાનોનો આગ્રહ સ્વંયમ સમય વધારી વધુને વધુ રક્તદાનનો આગ્રહ કરતા યુવાનો માનવ સેવા માટે  વંદનીય કાર્યની સર્વત્ર સરાહના કરાઈ હતી. 

Previous articleગાંધીનગરમાં આજથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન : ભવ્ય પોથીયાત્રા કઢાઈ
Next articleખાણ સુરક્ષા, સ્વચ્છતા અને સીલીકોસીસ જાગૃતિ વીકનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો