વર્લ્ડ કપ રમવા માટે ઇંગ્લેન્ડ પહોંચેલ ભારતીય ટીમને શનિવારના રોજ પોતાની પહેલી અભ્યાસ મેચ ન્યૂઝીલેન્ડની સામે રમવાનાં એક દિવસ પહેલાં જ વિજય શંકરની ઇજા ટીમ માટે ચિંતાનો વિષય બન્યો.
શંકરને શુક્રવારના રોજ અભ્યાસ દરમ્યાન જમણા ખભામાં ઇજા પહોંચી અને આ દરમ્યાન મેદાન છોડીને બહાર જતો રહ્યો. વિજય બેટિંગનો અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ભારતીય ટીમને પ્રેક્ટિસ કરાવા માટે ઇંગ્લેન્ડ ગયેલા ડાબોડી ઝડપી બોલર્સ ખલીલ અહમદના બાઉન્સર પર પુલ કરવા ગયો અને બોલ તેના હાથમાં લાગ્યો.
બીસીસીઆઈ એ જો કે શંકરની સ્થિતિ પર હજુ સુધી કોઇ સત્તાવાર સ્પષ્ટીકરણ આપ્યું નથી. ભારતીય ટીમ આશા કરશે કે શંકરની ઇજા ગંભીર ના હોઇ શકે. શંકરે નંબર-૪ માટે અંબાતી રાયડુની ઉપર તરજીહ મળી છે.
વિજય શંકરે તાજેતરમાં જ વાતચીત કરતા કહ્યું હતું કે નંબર ચાર સ્લોટ અંગે ઘણી વાતો થઇ ચૂકી છે અને એક ક્રિકેટર તરીકે અમે આ બધી વસ્તુઓનો સામનો કરવો પડે છે. એવા સમયમાં પોતાની ખુદની તાકાત પર વિશ્વાસ કરવો સૌથી મહત્વપૂર્ણ હોય છે. અમે રમતના તમામ તબક્કાઓ પર કામ કરવાનું હોય છે.