ફાયર સેફ્ટીના નિયમો નહીં પાળે તેની સામે ફોજદારી કાર્યવાહી કરાશે : વિજય નહેરા

538

સુરતના અગ્નિકાંડ બાદ હવે ફાયર સેફ્ટીને લઈને અમદાવાદ મનપાની બેઠક યોજાઈ. અમદાવાદ મનપા કમિશનર વિજય નહેરાએ ફાયર સેફ્ટી અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આગ જેવા અકસ્માત બને ત્યારે તેને પહોંચી વળવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. અમદાવાદમાં ફાયર વિભાગ પાસે તમામ સાધનો પૂરતા છે. હાઈરાઇઝ બિલ્ડીંગ માટે પણ ફાયર વિભાગ પાસે પૂરતા સાધનો છે. પણ બિલ્ડીંગમાં આગ લાગે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકની રહેશે. મનપા હાઈરાઈઝ બિલ્ડીંગનું પાંચ મહિનાથી ચેકિંગ કરી રહયું છે.

જે અંતર્ગત લાખો રૂપિયાની પેલન્ટી ફટકારીને એકમ પણ સીલ કરવામાં આવ્યા છે. બે દિવસ સુધી ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી પણ કરીશું. અમે શહેરના વિવિધ કોમર્શિયલ કોમ્પલેક્સમાં નોટિસ આપી રહ્યા છે.

પણ જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જે પણ વ્યક્તિ દ્વારા ફાયર સેફ્ટીના નિયમો પાળવામાં નહીં આવે તેની સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્રણ મહિના પહેલા શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી હતી.

Previous articleભારતની ચિંતા વધી, સ્ટાર પ્લેયર વિજય શંકર ઈજાગ્રસ્ત
Next articleસુરતની ઘટના બાદ તંત્ર જાગ્યુંઃ ફાયરની સુવિધા વગરના ૧૮૩ કલાસીસને નોટીસ આપી