શ્રી જલીયાણ સેવા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ બાળકો તેમજ વડીલોને ગરમીથી આંશિક રાહત મળી રહે તેવા શુભ આશય સાથે ગાંધીનગર શહેર અને જિલ્લામાં મગોડી – રાહેલબા વૃદ્ધાશ્રમ, સે. ૬ ક્રિષ્ણા વૃદ્ધાશ્રમના વડીલોને તેમજ સેક્ટર-૧૩, સે. ૧૪, સે. ૨૭ની આંગણવાડીના બાળકોને તેમજ સેક્ટર-૩ શોપીંગ સેન્ટર ખાતે શ્રી જય ભીમ ટ્રસ્ટ દ્વારા છાપરામાં રહેતા શ્રમજીવી પરિવાર બાળકો માટે નિઃશુલ્ક ચલાવવામાં આવતા ટ્યુશન ક્લાસના બાળકોને, સે. ૨૩/૨૮ ચાર રસ્તા પાસે ફૂટપાથ પર શ્રી સોમાકાકા પાસેથી નિઃશુલ્ક શિક્ષણ મેળવા શ્રમજીવી પરિવારના બાળકોને તેમજ શ્રી જલારામ મંદિરમાં ચાલતા સદાવ્રતમાં ભોજન પ્રસાદ માટે આવતા બાળકોને પ.પૂ.શ્રી જલારામ બાપાની પ્રસાદીરૂપ કેપ (ટોપી)નું વિતરણ કરવામાં આવેલ. સાથે સાથે છાશ, ચણા, બિસ્કીટ, ચોકલેટ વિતરણ પણ કરવામાં આવેલ. આ સેવાયજ્ઞમાં શ્રી જલીયાણ સેવા ગ્રુપના કાર્યકરો સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા.