ગાંધીનગર-અમદાવાદ વચ્ચે માળી સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ બનશે

671

ગાંધીનગર માળી કર્મચારી મંડળ દ્વારા આજે સેક્ટર-૧૭માં ટાઉનહૉલ ખાતે અખિલ ગુજરાત માળી સમાજ કર્મચારી મહાસંમેલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માળી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મહાસંમેલનમા આગામી સમયમાં ગાંધીનગર-અમદાવાદની વચ્ચે માળી સમાજના સંતાનો માટે ભવ્ય શિક્ષણ સંકૂલ ઊભું કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે માળી સમાજના સરકારી કે અર્ધ સરકારી એકમોમાં કાર્યરત કર્મચારીઓનો સંપર્ક ડેટા ધરાવતી મોબાઈલ એપનું લોંચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ સંમેલનમા ગૌભક્ત કથાકાર હરિહરદાસજી ઉર્ફે છોગારામજી મહારાજ, ગુજરાત રાજ્ય વેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનભાઇ માળી, પાટણના ડેપ્યુટી કલેક્ટર દલપતભાઈ ટાંક, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળી, ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળી, ડીવાયએસપી ભરતકુમાર માળી, ગોધરા સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. મુકેશભાઇ ચૌહાણ, અંકલેશ્વરના જાણીતા ઉધ્યોગપતિ ઇશ્વરભાઇ માળી, પાલનપુરના મહિલા અગ્રણી મંજુલાબેન પઢિયાર, ગાંધીનગર રામી માળી સમાજના અગ્રણીઓ પ્રવીણભાઈ રામી, તુલસીભાઈ માળી, બાબુભાઇ રામી, કૌશિકભાઈ રામી, વિનોદભાઇ રામી, દેશકાંઠા રામી માળી સમાજના અગ્રણીઓ છનાભાઈ રામી, લલિતભાઈ રામી,હરેશભાઈ રામી સહિત વિવિધ માળી રામી સમાજની સંથાઓના અગ્રણીઑ ઉપસ્થિત રહ્યા હતા.  અખિલ ગુજરાત માળી સમાજ કર્મચારી સંમેલનમા સંબોધન કરતાં ગુજરાત મગનભાઇ માળીએ કહ્યું હતું કે “સમાજમાં દરેકે એકબીજા પર ભરોસો રાખવો પડશે અને આપણાં સંતાનોને યોગ્ય શિક્ષણ આપવું પડશે જે માટે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે માળી સમાજના વિશાળ શૈક્ષણિક સંકુલની તાતી જરૂરિયાત છે, હવે તેમાં વિલંબ કરવો પાલવે તેમ નથી”. આ પ્રસંગે પાંચાભાઈ માળીએ જણાવ્યુ હતું કે “ આપણાં સંતાનોમાં ખૂબ ક્ષમતા છે પરંતુ અન્ય સમાજની જેમ સુવિધાનો અભાવ છે. હવે સ્પર્ધાત્મક યુગ છે ત્યારે માત્ર ગ્રેજયુએશન નહીં પરંતુ ગુણવત્તાવાળું શિક્ષણ સંતાનોને આપવું પડશે તે માટે જે પણ સંકૂલ બને તે તમામ પ્રકારની સુવિધાયુક્ત બનાવવામાં આવે તે ખૂબ જરૂરી છે”. તેમણે સ્કીલ્ડ લેબરનો હવે જમાનો હોવા પર ભાર મુક્તા સરકારી યોજનાઑ અંગે પણ માહિતી આપી હતી. આ સાથે દલપતભાઈ ટાંકે કહ્યું હતું કે” સમાજના ટકાઉ વિકાસ માટે સિક્ષણ પાયાની જરૂરિયાત છે, આપણે વિચારો બદલવાની જરૂર છે અને જ્યાં પણ વિચારો બદલાય છે ત્યાં જ ક્રાંતિ આવે છે. છોગારામજી મહારાજે પણ સમાજમાં એકતા પર ભાર મુક્તા સમાજના બંધુઓને રાગ-દ્વેષ દૂર ભૂલી સમાજના ભાવિ એવા બાળકોના સારા શિક્ષણ માટે કાર્યરત થવા હાકલ કરી હતી. તેમણે સમાજનો મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ હોવાના ઉદાહરણો આપી સમાજ પર પ્રભુની કૃપા હોવાનું કહ્યું હતું. આજના સંમેલનમા રાજયભરમાથી મોટી સંખ્યામાં વિવિધ માળી સમાજના સભ્યો ઉમટી પડ્યા હતા. આ સંમેલનને સફળ બનાવવા માટે ગાંધીનગર માળી સમાજ કર્મચારી મંડળના મુખ્ય સંયોજક અરવિંદભાઇ માળી ઉપરાંત સભ્યો પાંચાભાઈ માળી, એન.ડી.માળી, ડી.એચ.માળી, કમલેશકુમાર ગેહલોત, એન.એન.માળી, હરેશભાઈ માળી, હિતેશભાઇ માળી, ગિરીશભાઈ માળી, પાટણના પ્રેસ ફોટોગ્રાફર વિરેન્દ્ર રામી સહિત અન્ય કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના પ્રારંભે સુરતમાં લાગેલી આગમાં હોમાયેલા બાળકોને બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

Previous articleજલીયાણ સેવા ગ્રુપ દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ સ્થળોએ કેપ વિતરણ કરાયું
Next articlePOS મશીન વગર ખાતરનું વેચાણ કરતા ૨૨ વિક્રેતાઓના ID રદ કરાયા