ગેલેક્સી સર્ફેક્ટન્ટ્‌સ લિમિટેડનો આઇપીઓ ૨૯ જાન્યુ.એ ખુલશે

626
guj2312018-4.jpg

ગેલેક્સી સર્ફેક્ટન્ટ્‌સ લિમિટેડએ ૨૯ જાન્યુઆરી, ૨૦૧૮ને સોમવારનાં રોજ ૬,૩૩૧,૬૭૪ ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં રોકડ માટે ઓફર થનાર શેરની ફેસ વેલ્યુ રૂ. ૧૦ છે ઓફર પ્રમોટર સેલિંગ શેરધારકનાં ૩૯,૨૫૦ ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ, પ્રમોટર ગ્રૂપ વિક્રેતા શેરધારકો દ્વારા ૨,૧૦૭,૮૦૪ ઇક્વિટી શેર અને અન્ય વિક્રેતા શેરધારકો દ્વારા ૪,૧૮૪,૬૨૦ ઇક્વિટી શેર ધરાવે છે. 
ઓફરનો ગાળો ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ને બધુવારે બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર ઓફરનો ગાળો ૨૫ જાન્યુઆરી, ૨૦૧૮ને ગુરુવારનાં રોજ ઓફર ખુલવાની તારીખનાં એક દિવસ અગાઉ રહેશે.  ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૧,૪૭૦થી રૂ. ૧,૪૮૦ છે.  બિડ લઘુતમ ૧૦ ઇક્વિટી શેરનાં લોટમાં અને પછી ૧૦ ઇક્વિટી શેરનાં ગુણાંકમાં થઈ શકશે. 
સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટક્સ રુલ્સ, ૧૯૫૭ના નિયમ ૧૯(૨)(બી), જેમાં સમયેસમયે સુધારા મુજબ અને સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા રેગ્યુલેશન્સ, ૨૦૦૯ નિયમ ૨૬(૧) મુજબ, ઓફરનો મહત્તમ ૫૦ ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને ઓફર કરવામાં આવશે. કંપની અને વિક્રેતા શેરધારકો બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચાવિચારણા કરીને ફાળવણીની કિંમત પર વિવેકાધિન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ ૬૦ ટકા હિસ્સો ફાળવી શકે છે.એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શનમાં લાયક કર્મચારી બિડિંગને સપ્રમાણ આધારે ફાળવણી માટે ૫૦,૦૦૦ ઇક્વિટી શેરની ઓફર થશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે પ્રાઇઝ પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકારો સિવાય તમામ રોકાણકારોને આ ઓફરમાં સહભાગી થવા ફરજિયાત એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટનો ઉપયોગ કરીને તેમના સંબંધિત બેંક ખાતાઓની વિગત આપવી પડશે, જે સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંક દ્વારા બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને એએસબીએ પ્રક્રિયા મારફતે એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં સહભાગી થવાની છૂટ નથી. 

Previous articleખાણ સુરક્ષા, સ્વચ્છતા અને સીલીકોસીસ જાગૃતિ વીકનો એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો
Next articleતક્ષશીલા વિદ્યાપીઠ ખાતે વાર્ષિકોત્સવ ઉજવણી