તક્ષશીલા વિદ્યાપીઠ, કાળીયાબીડ, ભાવનગર ખાતે વાર્ષિકોત્સવ અભિવ્યકિત-ર૦૧૭ની ઉજવણી કરવામાં આવેલ.
અલગ-અલગ ત્રણ વિભાગોમાં યોજાયેલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના, બાળગીત, ફેશન-શો, રાજસ્થાની ડાન્સ્, કાશ્મીરી ડાન્સ, વેસ્ટર્ન ડાન્સ, કલાસીકસ વેસ્ટર્ન, ફયુઝન ડાન્સ જેવી વિવિધ કૃતિઓ રજુ કરી આનંદને ઉત્સાહ સાથે પોતાની કલાનો ઓજસ પાથરી મહેમાનોની પ્રશંસા મેળવી હતી. વર્ષ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ, દ્વિતિય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરાયા હતાં. વાર્ષિકોત્સવની ઉજવણીમાં વિદ્યાર્થીઓના વાલીઓ અને આસપાસના વિસ્તારના રહીશોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ. અભિવ્યકિત-ર૦૧૭ કાર્યક્રમમાં પી.કે. મોરડીયા (સંચાલક વિદ્યામંજુરી જ્ઞાનપીઠ, સિહોર), ડો. હિરનેભાઈ ચાવડા (પ્રાધ્યાપક, વળીયા કોલેજ, ભાવનગર) સહિતના ઉપસ્થિત રહેલ.