યુકે હાઈકોર્ટે વિજય માલ્યાને આદેશ આપ્યો છે કે, તે બ્રિટિશ બેવરેજ કંપની ડિઓજિયોને ૧૩.૫ કરોડ (૯૪૫ કરોડ રૂપિયા) ચૂકવે. કોર્ટે શુક્રવારે આ નિર્ણય આપ્યો છે. માલ્યાએ ૨૮ દિવસની અંદર આ ચૂકવણી કરવાની રહેશે. આ કેસ ડિઓજિયો દ્વારા માલ્યાની કંપનીના ટેકઓવર સાથે જોડાયેલો છે. માલ્યાના વકીલે કહ્યું હતું કે, એગ્રિમેન્ટ સમયે ડિયોજિયોએ મૌખીક રીતે વિશ્વાસ અપાવ્યો હતો કે જ્યાં સુધી ભારતના વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ તેમની રકમ વસુલવા માટેનો દાવો નહીં કરે. નિર્ણય સમયે માલ્યા કોર્ટમાં હાજર નહતો.ડિઓજિયોએ માલ્યા, દીકરા સિદ્ધાર્થ અને પરિવારથી સંબંધિત બે કંપનીઓ સામે ચૂકવણીનો દાવો કર્યો હતો. ડિઓજિયોએ ફેબ્રુઆરી ૨૦૧૬માં માલ્યાની કંપની યૂનાઈટેડ સ્પ્રિટ્સ લિમિટેડ (યુએસએલ)માં કંટ્રોલિંગ ભાગીદારી ખરીદવા માટે રકમની ચૂકવણી કરી હતી પરંતુ તેઓ શેર એક્સેસ નહતા કરી શક્યા. માલ્યાના યુએસએલના અમુક શેર ડીઆરટીના કબજામાં લેવામાં આવ્યા હતા.માલ્યાના પ્રત્યર્પણ મામલે ૨ જુલાઈના રોજ યુકે હાઈકોર્ટમાં સુનાવણી થશે. એક વાર અપીલ નકારી દેવામાં આવી છે. લંડન વેસ્ટમિંસ્ટર કોર્ટે ગયા વર્ષે માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપી હતી. ત્યાંના ગૃહ સચિવે પણ મંજૂરી આપી દીધી હતી જેની વિરુદ્ધ માલ્યાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.