શિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ પી.આર.સોલંકીએ પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ ગંગાજળિયા પો.સ્ટે ના પો.હેડ કોન્સ. આર.એન.ગોહીલ તથા ડી સ્ટાફ ના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ઇન્ચાર્જ પો.ઇન્સ. પી.આર.સોલંકી સા.એ ને બાતમી રાહે હકીકત મળેલ કે હીતેશભાઇ રમેશભાઇ રાઠોડ રહે. ભોજાવદર વસાહત શિહોર વાળાએ પોતાના રહેણાંક મકાને ઇગ્લીશ દારુ ઉતારેલ છે તેમ ટેલીફોન ઉપર જણાવેલ અને પ્રોહી અંગે રેઇડ કરવા જણાવેલ. જેથી પો.હેડ કોન્સ. આર.એન.ગોહીલ તથા ડી સ્ટાફ ના માણસો રહેણાંક મકાને રેઇડ કરતા મજકુર ઇસમ હાજર મળી આવેલ ન હોય અને તેના રહેણાંક મકાન માંથી ભારતીય બનાવટ ની હાયવર્ડ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૬૫૦ એમ.એમ ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ બીયરની બોટલ નંગ-૧૫૫ કી.રૂ.૩૦૮૦૦/- મુદામાલ મળી આવતા તેના વિરુદ્ધમાં શિહોર પો.સ્ટે મા પ્રોહી એક્ટ મુજબ નો ગુન્હો દાખલ કરેલ છે.