ભાવનગર શહેરને હરીયાળું બનાવવાની નેમ સાથે ભાવનગરનાં ઉદ્યોગપતિ દેવેનભાઇ શેઠ દ્વારા ગ્રીનસીટીની સ્થાપના કરી ગ્રીનસીટીનાં બેનર હેઠળ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી તેની જાળવણીનું કામ કરી રહ્યા છે. અને અત્યાર સુધીમાં હજારો વૃક્ષો ટ્રીગાર્ડ સાથે વાવીને તેને નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી નવા બાંધકામ થતા મકાનો, બિલ્ડીંગો દ્વારા તેનો ખરાબો, માટી, વૃક્ષોનો ટ્રીગાર્ડ ઉપર નાખવામાં આવતા વૃક્ષોનાં ટ્રીગાર્ડ ઉપર નાખવામાં આવતા વૃક્ષો બળી જવાનાં બનાવો બનતા દેવેનભાઇ સક્રિય થયા હતા.
વૃક્ષો સાથે પર્યાવરણને નુકશાન કરતા આવા લોકો સામે કાયદેસર પગલાં ભરવાની કમિશ્નર સમક્ષ રજુઆત પણ કરી હતી. જેમાં કમિશ્નર દ્વારા પગલાંની ખાત્રી પણ અપાઇ હતી. છતાં કોઇ જાતની કાર્યવાહી ન થતા. દેવેનભાઇ વૃક્ષોને થતું નુકશાન અટકાવવા ખૂદ મેદાને પડ્યા છે અને જાતે ચેકીંગ કરીને વૃદ્ધાશ્રમ નજીક એક વૃક્ષનાં ટ્રીગાર્ડમાં નવા બનતા મકાનની કપચી નખાયેલી હોય જે તાત્કાલીક અસરથી હટાવવી હતી.
શહેરમાં નવા બિલ્ડીંગો તથા ફ્લેટોની અનેક જગ્યાઓએ સ્કીમો ચાલી રહી છે. બાંધકામના કામ દરમ્યાન કોન્ટ્રાક્ટરો દ્વારા રેતી, કપચી, માટી, સિમેન્ટ વગેરના ઢગલા ગ્રીનસીટી દ્વારા મહામહેનતે ઉછરેલા વૃક્ષો પર કરવામાં આવી રહ્યા છે. આ માટે ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ એલર્ટ થયા છે. અને જ્યાં જ્યાં વૃક્ષો નાખવામાં આવ્યા છે અને બિલ્ડીંગોનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાં જાતે તપાસ કરી રહ્યા છે. આજરોજ ઘોઘાસર્કલ વૃદ્ધાશ્રમ પાસે એક બંગલાનું કામ ચાલી રહ્યું હતું. તેમણે કપચીનો મોટો ઢગલો આજુબાજુમાં જગ્યા હોવા છતાં મોટા થઇ રહેલા વૃક્ષોના ટ્રીગાર્ડ ઉપર જ ઠાલવ્યો હતો. દેવેનભાઇએ તાત્કાલીક તપાસ કરી આના માલિકને એક દિવસમાં ત્યાંથી ઢગલો દૂર કરવા જણાવી તાત્કાલીક ત્યાંથી કપચીનો ઢગલો દૂર કરાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રવેચીધામ પાસે ગ્રીનસીટીનાં ૧૧ જેટલા ટ્રી ગાર્ડ ઉપર માટીના ઢગલા કરી વૃક્ષોને નુકશાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર સામે દેવેનભાઇએ કમિશ્નરને લેખિતમાં ફરીયાદ આપવા છતાં આજદીન સુધી કોઇ પગલાં લેવામ ાં આવ્યા નથી. કે ટ્રી ગાર્ડ ઉપરથી માટીના ઢગલાં દુર કરવામાં આવ્યા નથી. આ બાબતે ગ્રીનસીટી કોર્પોરેશન દ્વારા કડક પગલાં લેવાય તેમ ઇચ્છી રહ્યું છે. જ્યારે આટલા મોટા પાયે પર્યાવરણને નુકશાન કરવામાં આવ્યું હોય ત્યોર કોર્પોરેશનની જવાબદારી બને છે કે તપાસ કરાવી જવાબદાર સામે કડક પગલાં લે તેમ ગ્રીનસીટીના દેવેનભાઇ શેઠ એ જણાવ્યું હતું.