વિશ્વમાં ફક્ત બે સ્થળોએ સિંહોની વસ્તી શેષ રહી છે. આફ્રિકા પછી ગુજરાતમાં ગીર એક એવું સ્થળ છે જ્યાં સિંહો વસે છે. ગીરના અભયારણ્યમાં ર્નિભય પણે વિચરતા સિંહોને તેમના જ કુદરતી નિવાસમાં જોવા તે પણ એક અનેરો સાહસિક આનંદ છે. આવો જ આનંદ ભાવનગરની કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાથીઓની ટીમે ગત ૧૯ થી ૨૧ જાન્યુઆરી,૨૦૧૮ દરમિયાન લીધો હતો. અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકો અને અન્ય સામાન્ય શાળામાં અભ્યાસ કરતા ૫ પ્રજ્ઞાચક્ષુ બાળકો સહીત ૨૫ પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમે ગીરનો સાહસિક પ્રવાસ ખેડ્યો હતો. જેમાં તેઓએ જગલનાં પ્રાકૃતિક વાવરણમાં પ્રકૃતિ વિષે શિક્ષણની સાથો સાથો વનસ્પતિ અને ઔષધીઓનો ઉપયોગ વિષે જાણ્યું હતું તેમજ ગીર અભયારણ્યનાં પ્રાણીઓ જેવા કે સિંહ, કાળિયાર, શિયાળ, નીલગાય, ચિત્તા, જંગલી વાંદરા, ચાર શિંગડા વાળા હરણ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી તથા વિવિધ પક્ષીઓનાં અવાજ પરથી તેમની ઓળખ મેળવી વિશેષ આનંદ મેળવ્યો હતો આ સાથે તેઓએ પર્યાવરણ અને ખાસ કરીને જંગલનાં સંરક્ષણ અંગે કાર્યકરવા સામુહિક સંકલ્પ કર્યો હતો. સંસ્થા સી.ઈ.ઓ. લાભુભાઈ સોનાણી અને સંસ્થાના માનદ્ મંત્રી મહેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે ‘આવા પ્રવાસોથી પ્રજ્ઞાચક્ષુ બાળકોમાં સાહસિક વૃત્તિનો વધારો થાય છે આ સફળ આયોજન બદલ તેઓએ માર્ગ્દાશક મનીષભાઈ ઉપાધ્યાય, જેન્તીભાઈ ધૂરકા અને મનુભાઈ ધાંધલ્યાને શુભેચ્છા પાઠવી હતી.