શિહોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સોલંકી દ્વારા સુરત ઘટનાને લઈ અને આગામી પરિસ્થિતિને ધ્યાને લઇ આવા સંજોગો ને પહોંચી વળવા આજરોજ શિહોર સહિત તાલુકામાં ચાલતા શિક્ષણ ના ટ્યુશન ક્લાસ સંચાલકો ને નોટિસ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું છે આ નોટિસમાં સિહોરના વિવિધ ટ્યુશનક્લાસો માં પૂરતી સલામતીની વ્યવસ્થા ન હોવાના કારણે સંચાલકો પર ઇન્ડિયન પીનલ કોડ ૩૦૪ મુજબ ગુનો દાખલ કરવાનું પણ નક્કી કરાયું છે સિહોરના તથા તાલુકાના ટ્યુશન સંચાલકો ને આ બાબતે નોટિસ ફટકારી છે નોટિસ મળતા જ સંચાલકો માં ફફડાટ ફેલાયો છે.
કોઈપણ ચમરબંધી ને છોડવામાં નહિ આવે સુરક્ષા – સલામતી બાબતે કોઈ બાંધછોડ અને કોઈ કચાશ નહીં રખાય તેમ જણાવેલ તેમ લોકસંસારને વાતચીતમાં જણાવ્યું હતું.