છેલ્લા ઘણા સમયથી ટ્યુશન નું ભૂત ધૂણી ઊઠયું છે ત્યારે વાલી વર્ગ એ પણ વિચારવું રહ્યું આગામી સમયમાં આ ટ્યુશન એક માધ્યમ બની જશે સ્કૂલોમાં શું શિક્ષણ નથી પીરસાતું?શુ આ શિક્ષણ પર કોઈ શંકા છે? કોઈપણ પ્રકારના ક્વોલિફાઇડ વગર બની બેઠેલા સંચાલકો હાટડા ખોલી બેઠાછે છતાં તંત્ર અજાણ છે છતાં આવી છેતરપિંડી ચાલી રહી છે વાલી વર્ગને પણ ગાડરિયા પ્રવાહ જેમ પોતાના વ્હાલસોયા દીકરા કે દીકરીને આ પ્રવાહ માં ધકેલી દે છે પોતાના દીકરા દીકરી ક્યાં ક્લાસમાં ક્યાં સમયે અભ્યાસ કરવા જાય છે તેની ઘણાને ખબર પણ નથી હોતી આવા સંચાલકોને વિદ્યાર્થીઓ પોતાના ગુરુ માની રહ્યા છે પણ આવા ગુરુઓ માત્ર કહેવાના ગુરુ ( સાહેબ) બની જાયછે
અમુક પ્રાઇવેટ શાળાના દફતરનું વજન કરો તો ખ્યાલ આવે સરકારના ભાર વગરના ભણતર ના તો જીયા ઉડે છે વિદ્યાર્થીઓની હાલત પબ્લિક કેરિયર જેવી બની રહેશે ખંભે કોથળો ને દેહ મોકળો બાળકને આટલું વજન સાથે લઈ જઈ ભણવા જાય છે છતાં ટ્યુશનની જરૂર પડે છે બોલો અત્યારે ટ્યુશન નો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે આ બાળકને કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે તે જોવાનું રહ્યું આવા બોગસ રજિસ્ટ્રેશન વગરના કોઈ પણ સુવિધા વગરના ટ્યૂશનન ની દુકાનો માત્ર ને માત્ર દેખાદેખી ના હિસાબે જ ચાલી રહી છે,૨૦૧૬ માં પણ અમારા લોકસંસાર ના પ્રતિનિધિ દ્વારા સરકારનું ધ્યાન દોરવા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા પણ જેનું આ પરિણામ છે ત્યારે સરકારના પરિપત્રમાં જણાવાયું હતું કે સાંજે ૭ પછી અને સવારે ૬ પહેલા કોઈ આવા ટ્યુશન કલાસ શરૂ ન રાખવા પરંતુ રાત્રે ૭ પછી પણ આવી દુકાનો ખુલ્લી જોવા મળતી હોય છે
રહેણાંકી વિસ્તારોમાં આવા હાટડાઓ ફુલ્યાફાલ્યા છે કોઈ પરમિશન નહિ,કોઈ રજીસ્ટ્રેશન નહિ,કોઈ ટેક્સ નહિ,છતાં બંધ બારણે ઘરની દીવાલ પર બ્લેકબોર્ડ લગાવી આવી દુકાનો શરૂ કરવામાં આવી છે દેશનું યુવાધન શિક્ષિત બને તે માટે સરકારશ્રી દ્વારા કરોડોના ખર્ચ કરી વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર શિક્ષણ,અટલ લેબ,સાયન્સ રૂમ, કેમેરા સહિત ડિજિટલ કલાસ રૂમો ધરાવતી શાળાઓ ઉભી કરાય છે છતાં વાલીઓનો આંધળી દોટ પણ જવાબદાર છે શિક્ષણ એક વેપાર નું સાધન બની ગયું છે ત્યારે સિહોરમાં આવા ટ્યુશનના હાટડાઓ ની મોસમ ખીલીછે જ્યારે ઘોડા છૂટી ગયા બાદ તબેલે તાળા મારવાની વાત છે હવે સ્કૂલ વાળાઓ એ જ લખવું પડશે ટ્યુશન ની જરૂર ન પડે તેવુ શિક્ષણ તેની પહેલ પણ સિહોરની એક શાળા દ્વારા કરવામાં આવી છે શું આવા ટયુશન કલાસ કે સ્કૂલોમાં સેફટી ના પૂરતા સાધનો છે ?, શું મજૂરીઓ લેવામાં આવી છે ?, શુું ઇમરજન્સી સંજોગોમાં ફાયર સુવિધા છે ? શુું આગ ના બનાવો માં પૂરતા પાણી ની વ્યવસ્થા છે ?, શુું પૂરતા હવા ઉજાસ વાળી જગ્યા છે ?, શુું પાર્કિંગ એરિયા માં બાંધકામ છે ?, શુું ઇમરજન્સી સમયે કોઈ એલાર્મ વ્યવસ્થા કરવામાં આવી છે ?, શુું આવા કલાસ કે સ્કૂલ માં ઇમરજન્સી સમયે શુ પગલાં લેવા કે કયા કોલ કરવા વગેરે માહિતી દર્શાવતુ બોર્ડ છે ? જો ના હોય તો કોની કોની જવાબદારીથી ક્લાસીસો ચલાવે છે આટલી બધી બેદરકારી તંત્રની પોલ ખોલી દે છે સમગ્ર ગુજરાતમાં આવા ટ્યુશનના હાટડાઓ શરૂ છે કોઈપણ જાતની જવાબદારી સ્વીકારવા કોઈપણ સંચાલક તૈયાર ન હોય પુરતા સાધનો ન હોય માત્ર અને માત્ર બ્લેકબોર્ડ અને ચોક ના ઉપયોગથી એજ્યુકેશન પીરસવામાં આવે છે પણ જ્યારે આવી વિકટ પરિસ્થિતિ સર્જાય ત્યારે કોણ જવાબદાર આટલી બધી લાપરવાહી ના હિસાબે સુરતમાં એકવીસ એકવીસ માસુમ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો છે ત્યારે સરકારે ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળાં મારવાની વાત કરી રહી છે પરંતુ અત્યાર સુધી કેમ ન દેખાયું કોઈને કોઈ જગ્યાએ તંત્રની ઢીલી નીતિ સામે આવી રહી છે અત્યંત આધુનિક એવા ફાયર બ્રિગેડ માં સાધનો આપવામાં આવ્યા છે છતાં દશેરાને દિવસે ઘોડુ ન દોડે એવી પરિસ્થિતિ સર્જાય છે કહેવાનો તાત્પર્ય તે જ છે કે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે આકસ્મિક સમયે ફોટો વિડિયો ની જગ્યાએ માણસ માણસને કામ લાગે અને આવા ગંભીર જીવલેણ અકસ્માતો ન સર્જાય માટે એક્શન પ્લાન ઘડવો જરૂરી છે સુરતની ઘટનાને લઈ ભાવનગર સિહોર સહિત નાના-મોટા ગામોમાં ટ્યુશન સંચાલકો દ્વારા રજા જાહેર કરી દીધી છે અને સેફટી ના લગતા ઉપકરણો ગોતવા લાગ્યા છે કારણકે સરકારના આદેશો છૂટ્યા છે સેફ્ટી વગરના કે મંજૂરી વગર ના કોઈપણ ક્લાસ ચાલવા દેવામાં નહીં આવે ત્યારે આ સંચાલકો ફાયર તથા સેફ્ટી માટેના ઉપકરણો માટે આટા મારી રહ્યા છે જો ન મળે તો તંત્રની ઝપટે ચડી જવાય નામ ખરાબ થાય તો સરકાર શ્રી દ્વારા આગામી ટૂંક જ સમયમાં આવા લેભાગુ સંચાલકોને ગોતી બોગસ શિક્ષણનો વેપલો કરતા ટ્યુશન ક્લાસીસ ને બંધ કરાવવા જોઈએ તેવી વાલીઓની માંગ ઉઠી છે.