ફોરટ્રેક ભાવનગર-સોમનાથના કોન્ટ્રાક્ટર એગ્રો એજન્સીના ડ્રાઇવરના ત્રણ ત્રણ મહિલનાથી સી.ઓ. દ્વારા પગાર નહીં તેમજ જો હુકમીથી કંટાળી આખરે તમામ ડ્રાઇવર આંદોલનના માર્ગે પડ્યા છે.
ભાવનગર, સોમનાથ ફોરટ્રેક કાગવદર, નાગેશ્રી, શેલણા, ઉના, પેકેજ ૪, એગ્રો ઇન્ફાક્ટર ડેવલોપર્સ પ્રાઇવેટ કંપની એ કરોડો રૂપિયાના ખર્ચે બનાવી રહેલ ફોરટ્રેર રોડના કંપનીના જ ડ્રાઇવરનો પગાર ચાર ચાર મહિનાથઈ નહીં કરાતા ડ્રાઇવરને પોતાના જીવન નિર્વાહ અટકી ગયો અને બાબતે એગ્રો કંપનીના સી.ઓ.ને સૌ ડ્રાઇવરો એ રજુઆત કરેલ ત્યારે ઉલ્ટાની ધાક ધમકી ગાળો બોલગવા જેવી હરકતો તેમજ તમારે થાય તે કરી લેજો જેવું તોછડું વર્તન તેમજ મારી નાખવાની ધમકી આપે છે, તેમજ પોલીસ ખાતા પાસે માર ખવરાવીશું થેવી ધમકી આપે છે. અને પગાર નહીં મળે તેમ કહી અમને હેરામ પરેશાન કરી અમારૂં શોષણ કરતા હોવાનું જણાવેલ. વાર તહેવારની રજા પણ આપતા નથી. તેમજ સરકારી નિયમનો ઉલાળીયો કરી અમારૂં શોષણ કરે છે. તો પણ સામે ઝઘડો કરવો યોગ્ય નહીં લાગતા તમામ ડ્રાઇવર એ શેલણા ખાતે આવેલ રોડ મથકે ગાંધી ચિન્ધા માર્ગે આંદોલન પર બેસી ગયા છે અને આ બાબતે કોઇ અજુગતો બનાવ ન બને તે બાબતે અમોએ ઉપર લેવલે તેમજ પોલીસ માં જાણ કરેલ હોવાનું કોન્ટ્રાક્ટરો ડ્રાઇવરો અ જણાવ્યું હતું.